Panchmahal

હાલોલની ફસ્ટ સ્ટેપ પ્રી સ્કૂલ ખાતે રંગોત્સવ ની ઉજવણી

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલોલ ની વૃદાવન સોસાયટી માં આવેલ ફસ્ટ સ્ટેપ પ્રી સ્કૂલ ખાતે રંગોત્સવ ની ઉજવણી રંગે ચંગે આનંદ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે નાના ભૂલકાઓ દ્વારા રંગબેરંગી કલર સાથે એકબીજાને રંગ લગાડી તથા મેડમને પણ રંગ લગાડી રંગોત્સવ ની ઉજવણી કરી હતી જ્યારે મેડમ એ પણ સામે બાળકોને રંગ લગાડી ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો. પ્રતિ વર્ષે ફસ્ટ સ્ટેપ પ્રિ સ્કૂલ ખાતે તમામ ધર્મના આવતા તહેવારોને ઉજવવામાં આવે છે કારણ કે સ્કૂલમાં તમામ ધર્મના બાળકો પે સેન્ટરમાં કે પ્રિ સ્કૂલમાં આવતા હોય છે તમામ ધર્મોને ન્યાય આપી શકય હોય એટલી મર્યાદામાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે

Advertisement

જેમાં બાળકોનું કોઈપણ જાતનું શારીરિક કે માનસિક નુકસાન ન થાય તે માટેના તમામ પ્રયાસોને ધ્યાનમાં રાખીને ઉજવણી થતી હોય છે બાળકોને કોઈપણ જાતની ક્ષતિ ના પહોંચે તથા ધાર્મિક પ્રસંગોએ નાના ભૂલકાઓના વાલી ઓને પણ ખાસ ઉપસ્થિત રાખવામાં આવે છે જેથી કરીને બાળકો પર બે બાજુથી ધ્યાન રાખવામાં આવે આ વખતે ધૂળેટીના તહેવાર નિમિત્તે ભક્તિ ભાવ અને ઉત્સાહથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો તથા ઉજવણી બાદ તમામને પ્રસાદ અને હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો બાળકો અને વાલીઓ જે માતાઓ સ્કૂલના આ સુલભ વર્તનથી ખુશી અને આનંદ વ્યક્ત કર્યો હતો આવા તહેવાર ની ઉજવણી થી બાળકોના વર્તન માં એકતાની ભાવના જળવાઈ છે અને સંસ્કૃતિનું જતન થાય છે

Advertisement

Trending

Exit mobile version