Editorial
રાધા કેમ ગોરી અને હું કેમ કાળોના નિર્દોષ સવાલ થી રંગોત્સવની શરૂઆત થઈ
ભારતીય સંસ્કૃતિમાં તહેવારાનું એક આગવું સ્થાન છે પછી તે ગમે તે ધર્મનો હોય કે જ્ઞાતિ નો હોય ભારતમાં તમામ તહેવારો રંગે ચંગે અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવે છે ફાગણ માસનો અગત્યનો તહેવાર હોળી અને ધુળેટી છે આ તહેવાર પ્રહલાદની ભક્તિ અને પવિત્રતાને કારણે અગ્રસ્થાન ધરાવે છે તો ધુળેટી જેને પુષ્ટિ માર્ગ ધર્મમાં ડોલ તરીકે ઉજવવામાં આવે છે ધૂળેટીનો તહેવાર કૃષ્ણ અને રાધા ના પવિત્ર સંબંધોને યાદ કરીને ઉજવવામાં આવે છે 5000 વર્ષ બાદ પણ આ તહેવારે તેનો મલાજો જાળવી રાખ્યો છે.
વસંત ઋતુમાં આવતા આ તહેવાર હોળીના આગમન પહેલા 40 દિવસ અગાઉથી તેની ઉજવણી શરૂ કરવામાં આવે છે અને આ તહેવારને દિલથી માણવો હોય તો વ્રજભૂમિમાં જઈને ભૂમિમાં જઈને માનવો જોઈએ નંદગાવ, બરસાના, મથુરા, વૃંદાવન, ગોકુલ તથા જતીપુરાની પાવન ભૂમિ પર વસતા વ્રજનો આ છોરો કાનો અને વ્રજની છોરી રાધા ના પરિવેશમાં નિર્દોષ ભાવે ડોલનો ઉત્સવ ઉજવે છે રંગોત્સવની ઉજવણી કૃષ્ણની આત્મજ્ઞાન ને લઇને શરૂ કરવામાં આવી હતી કૃષ્ણએ તેની માતાને નિર્દોષ ભાવે સવાલ કર્યો હતો કે માતા હું શ્યામ અને રાધા ગોરી કેમ ? આ વખતે તેની માતાએ જણાવ્યું હતું કે તંત રાધાને રંગોથી રંગી દે એટલે રાધા પણ શ્યામ થઈ જશે પછી તમે બંને એક સરખા થઈ જશે બસ આ પ્રસંગ બાદ 5000 વર્ષોથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે