Panchmahal
બોરુ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમનો આરંભ થયો
સમગ્ર શિક્ષા પંચમહાલ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં સરકારી પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને સ્વ-રક્ષા તાલીમ આપવાનું આયોજન મુજબ કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળામાં ગર્લ્સ એજયુકેશન અન્વયે જેન્ડર એકટીવીટીમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમનો આરંભ થયો. ધોરણ ૬ થી ૮ ની ૫૩ વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે અધિકૃત થયેલ ઉમ્મીદ વિકલાંગ વિકાસ ટ્રસ્ટ આણંદના ટ્રેનર દ્વારા પચીંગ, બ્લોકિંગ, રેસલિંગ, જુડો-કરાટે, ફાઈટ-કરાટે જેવી માર્શલ આર્ટસની પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવાનો આરંભ થયો છે.
આ તાલીમ આપવાનો મુખ્ય હેતુ મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશીના જણાવ્યા અનુસાર કન્યાઓ પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરી નેતાગીરીના ગુણો કેળવી પોતાનો સ્વ બચાવ કરી શકે છે. આ તાલીમ તમામ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ત્રણ માસમાં ૨૪ સેશનમાં આપવામાં આવશે.