Gujarat

દુષ્કર્મના આરોપીને સાવલી ની પોકસો કોર્ટે 20 વર્ષની સજા અને 58,000 નો દંડ ફટકાર્યો

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2021 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને પોસકો સહિતની વિવિધ કલમો હેઠળ તકસીરવાર ઠેરવીને   આરોપીને 20 વર્ષની સજા અને 58,000 નો દંડ ફટકાર સાવલી ની પોકસો કોર્ટે ફટકારતા ચકચાર મચી જવા પામી છે

Advertisement

2021 ની  સાલમાં ભાદરવા પોલીસ મથકે 13 વર્ષીય સગીરાને પિતાના વાલી પણા માંથી ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી બીપીન ગોકળભાઈ બારીયા રહે એરાલ તા કાલોલ  જી પંચમહાલ ની ધરપકડ કરીને પોલીસે જેલ ભેગો કર્યો હતો આરોપી સગીરાને પિતાના વાલીપણાં માંથી ભગાડી જઈને બે મહિના સુધી પોતાના કબજામાં રાખીને વારંવાર દુષ્કર્મ આચાર્યું હતું પોલીસે પોક્સો અપહરણ બળાત્કાર અને સગીરાને ભગાડી જવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી

જેનો કેસ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ જે એ ઠક્કર ની કોર્ટ માં ચાલી જતાં સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોના ગ્રાહ્ય રાખીને આરોપીને તકસિર વાર ઠેરવ્યો હતો અને  પોકસો ના ગુનામાં20 વર્ષની સખત કેદ ની સજા અને ૫૦ હજાર નો દંડ ફટકાર્યો હતો જ્યારે અપહરણ ના ગુનામાં ત્રણ વર્ષની સજા અને 3000 નો દંડ જ્યારે સગીરાને ભગાડી જવાના ગુનામાં પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ની સજા ફટકારી છે આમ 20 વર્ષની સજા સળંગ ભોગવવાની અને કુલ 58000 નો દંડ આરોપીને ફટકાર્યો છે હતો

Advertisement

તથા જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી ને પીડિતાને વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ ચાર લાખની સહાય ચૂકવવા તેમજ આરોપી જે દંડ ભરે તે ચૂકવવા ભલામણ કરી છે જ્યારે આરોપીને સજા સુનાવતા તેના પરિવારજનોમાં ભારે સન્નાટો મચી ગયો હતો અને આક્રંદ કરતા પરિવારજનો જોવા મળતા હતા

Advertisement

Trending

Exit mobile version