Mahisagar

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના N.S S. આર્યન ચેકઅપ કેમ્પ યોજાયો

Published

on

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુરના રાષ્ટ્રીય સેવા યોજના NSS યુનિટ અને દાણી ફાઉન્ડેશન અમદાવાદ તેમજ ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ, મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે આજ તારીખ 18 -1 -2023 ના રોજ કોલેજમાં લોહીની ફિકાસ એટલે કે એનિમિયા છે કે નહીં તેની પ્રાથમિક સ્વયં તપાસ માટેનો કેમ્પ એટલે કે આયર્ન ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો .

આ પ્રસંગે અમદાવાદથી દાણી ફાઉન્ડેશનના ડોક્ટર વિરેન દોશી તથા નીતાબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર વિરેન દોશીએ સૌપ્રથમ લોહીમાં આયર્ન અને હિમોગ્લોબિનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી જાળવી રાખવા શરીરને પુરતો પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન મળતો રહેવો જોઈએ ,આ કામ શરીરમાં રહેલા હિમોગ્લોબિન દ્વારા થાય છે ,

Advertisement

હિમોગ્લોબિન શરીરને ઓક્સિજન પૂરો પાડે છે.સ્ફૂર્તિ પૂરી પાડે છે, શરીરમાં પૂરતું લોહી પેદા કરવા માટે પાંચ બાબતો ઉપર ભાર મૂક્યો હતો .એક તો લીલા પાંદડા વાળા શાકભાજી ખોરાકમાં સામેલ કરવા ,બીજું ફણગાવેલી બાજરી, મગ અને અડદ જેવા કઠોળ ખોરાકમાં લેવા, ત્રીજું લોખંડના વાસણમાં રસોઈ બનાવી ચોથું આર્યનની લાલ ગોળી નિયમિત લેવી તથા પાંચમું આમળાનું નિયમિત સેવન કરવું જોઈએ આટલી બાબતોનું પાલન કરવાથી ઝડપથી લોહીની ઉણપ દૂર કરી શકાય છે.

આટલા સંબોધન પછી સ્વપરિક્ષણ કીટ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના શરીરમાં કેટલું લોહી છે તેની જાતે ચકાસણી કરી હતી.આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અભય પરમાર તેમજ સમાજ સેવક સુરેશભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમૃત ઠાકોર તેમજ અર્જુન ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)

Advertisement

Trending

Exit mobile version