Chhota Udepur
રાઠવા બંધુઓએ કોંગ્રેસને ટોપી પહેરાવી! ? ભાજપની ટોપી પહેરી: ગીતાબેનના માર્ગમાં કાંટા ???
લોકસભાની ચૂંટણીઓ દેશના દરવાજે ટકોરાં દઈ રહી છે તેવામાં કોંગ્રેસને એક સાથે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે છોટાઉદેપુરમાં કોંગ્રેસ હવે માત્ર નામ પુરતીજ બચી છે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ રાઠવા સમર્થકો સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.
કોંગ્રેસને ટોપી પહેરાવી ભાજપની ટોપી પહેરી વિધિવત રીતે ભાજપી બનતા ગુજરાત કોંગ્રેસને “ઘણ” નો “ઘા” વાગ્યો છે. ભાજપ પરિવારના મુદ્દે કોંગ્રેસને ભાંડતી આવી છે પિતા બાદ પુત્ર કોંગ્રેસની પેઢી સંભાળતી હોવાના આક્ષેપ કરી કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાની એકપણ તક ન ચુકનારી ભાજપ લોકસભામાં સત્તા મેળવવા તમામ પ્રકારના દાવ અજમાવી રહી છે. પુત્રની કારકિર્દી બનાવવા રાજકીય પિતાઓ પ્રજા વિશ્વાસ સાથે રમત રમી જનતાના વિશ્વાસ ને કોરાણી મૂકી વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે
નારાયણ રાઠવાના ભાજપ પ્રવેશથી સાંસદ ગીતાબેન રાઠવાના માર્ગમાં કાંટા પથરાયા છે ત્યારે પરિવાર વાદની બૂમો પાડતા ભાજપમાં પરિવારવાદ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ભાજપ માટે લાલબત્તી સમાન છે છોટાઉદેપુર પંથકમાં છેલ્લા પાંચ દાયકાથી કોંગ્રેસનું શાસન હતું જેને પ્રજાએ કંટાળીને ઘરે બેસાડયા છે ત્યારે ફરી એજ ઉમેદવારો પ્રજા સમક્ષ કેસરિયા કલરમાં હાજર થયા છે
ત્યારે શું પ્રજા તેમને ફરી અપનાવશે લોકસભાની ચૂંટણી પહેલા છોટાઉદેપુરમાં વકરેલો જૂથવાદ ભાજપને ટાઇટેનિકની જેમ ડૂબાડશે અને કોંગ્રેસ સાથે કરવામાં આવેલી ગદ્દારી કોંગ્રેસ માટે સહાનુભૂતી સાબિત થશે અને કોંગ્રેસને આનો પુરો લાભ મળશે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને આંગળી પકડીને લાવનારાઓના હાલ “ઘરના છોરા ઘંટી ચાટે” તેવા હાલ થયા છે સત્તા માટે પક્ષ સાથે છેડો ફાળનારાનો છેડો પ્રજા પકડી રાખશે ખરી? તે તો જોવું જ રહ્યું