Gujarat

ઘોંઘબા એપીએમસી ખાતે રવિ કુષી મહોત્સવનું આયોજન ,મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા

Published

on

રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકામાં એ.પી.એમ.સી ના પટાંગણ માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ રંગીતભાઈ રાઠવાની અધ્યક્ષતામા યોજાયો હતો દીપ પ્રગટાવી કાર્યક્રમ ની સરૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આજના ખેડૂત લક્ષી કાર્યક્રમ માં ઘોંઘબા તાલુકા વિકાસ અધિકારી, ઘોંઘબા મામલતદાર ,ગ્રામસેવકો ,સરકારી કર્મચારીઓ અને ઘોઘંબા ભાજપના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો હાજર રહ્યા હતા કૃષિમહોત્સવ સાથે સેવાસેતુ કાર્યક્રમ ને આવરી લઈ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.

રવી કૃષિ મહોત્સવમાં કૃષિ પરી સંવાદ, કૃષિપ્રદર્શન , એવોડી ખેડૂતોનું સનમાન , તેમજ સહકારી પ્રવૃતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Advertisement

Trending

Exit mobile version