Gujarat
પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો ક્યાં સુધી સાધનિક કાગળો રજુ કરી શકશે વાંચો

પંચમહાલ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોએ સને વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હતી.સદરહુ ઓનલાઈન કરેલ અરજીઓને અત્રેની કચેરી દ્વારા પૂર્વમંજુર કરવામાં આવેલ છે.
જે ખેડૂતોને અરજી માટે પૂર્વ મંજુરી મળેલ છે તેમના સહાય કેશોના ખર્ચ બીલો સ્વીકારવાની અંતિમ તારીખ ૩૧/૧૨/૨૦૨૩ છે.જેથી કરીને જિલ્લાના ખેડૂતો તારીખ ૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં જરૂરી અસલ બીલો સહીત સાધનિક કાગળો અત્રેની કચેરી,સરનામું –નાયબ બાગાયત નિયામકની કચેરી,ગોધરા,જિ.પંચમહાલ, રૂમ નંબર-૯ થી ૧૨ બીજોમાળ,જીલ્લા સેવા સદન-૨.કલેકટર કચેરી કંમ્પાઉન્ડ, ફોન નંબર ૦૨૬૭૨-૨૪૦૦૩૯ ખાતે રજુ કરવાના રહેશે. જેની પંચમહાલ જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોને નોંધ લેવા
નાયબ બાગાયત નિયામક પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.