Surat

રેડી ટુ વિયર સાડીનો ટ્રેન્ડ, વેપારીઓએ વેપારની દિશા પારખી ઉત્પાદન શરૂ કર્યું, 400થી 10 હજાર રૂપિયા સુધીની સાડીઓ બને છે

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

સુરતના કાપડ ઉદ્યોગકારો વેપાર ઉદ્યોગમાં ટકી રહેવા માટે સતત નવા ટ્રેન્ડનો સ્વીકાર કરે છે અને તેના અનુસાર કાપડ બનાવે છે. હાલ પારંપરિક સાડીઓમાં પહેલા જેવો વેપાર નહીં રહેતા કેટલાક વેપારીઓએ તેમા સંશોધન કરી રેડી ટુ વિયર સાડીના મેન્યુફેક્ચરિંગ અને વેપાર તરફ વળી ગયા છે. સાડી પહેરવાની ઝંઝટથી બચવા અને બે મીનિટમાંજ સરળતાથી પહેરી શકાય તે માટે યુવતીઓમાં રેડી ટુ વિયર સાડીઓની ડિમાન્ડ હોવાથી સુરતના કેટલાક વેપારીઓ તેની તરફ વળી રહ્યા છે.

Advertisement

આજ સુધી પારંપરિક અને ડિઝાઇ નર સાડીઓનું ઉત્પાદન કરનારા વેપારીઓ મોટી સંખ્યામાં તેની તરફ વળી રહ્યા છેકાપડ ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સુરતમાં મોટા પાયે વેપારીઓ સાડી અને ડ્રેસના ઉત્પાદન સાથે જોડાયા છે. જોકે ધીમે-ધીમે લેગિઝ, જીન્સ, કુર્તી અને ગારમેન્ટની અન્ય વેરાયટીની ડિમાન્ડ વધતા સાડીના વેપાર પર અસર પડી રહી છે. ખાસ કરીને યુવતીઓમાં સાડીનું પ્રચલન ઘટી રહ્યુ છે. મોટાભાગની યુવતીઓને વ્યવસ્થિત રીતે સાડી પહેરવામાં પણ સમસ્યા થાય છે. યુવતીઓને નડતી આ સમસ્યાને સમજીને સુરતના વેપારીઓ રેડી ટુ વિયર સાડી બનાવી રહ્યા છે. ટુ આગામી દિવસોમાં રક્ષાબંધન, ગણેશપુજા, દિવાળી સહિતના તહેવારો હોવાથી હાલ અન્ય રાજ્યોમાંથી સારી ડિમાન્ડ છે. રેડી ટુ વિયર સાડી હોવાથી તેને પહેરવી ખુબ જ સરળ છે. સાડી એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેને પહેરવા માટે મુશ્કેલી નડતી નથી. માત્ર બે મીનિટમાંજ સાડી પહેરી શકાય છે. સુરતના બજારમાં મોટી સંખ્યામાં વેપારીઓ રેડી ટુ વિયર સાડી તરફ વળ્યા છે. સુરતમાં ૪૦૦ રૂપિયાથી લઇ ૧૦ હજાર પિયા સુધીની આ સાડી ઉપલબ્ધ છે.કાપડ વેપારી સુનીલ જૈને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ક્રમશઃ તહેવારની સીઝન છે ત્યારે કાપડની ડિમાન્ડ રહેશે પરંતુ યુવતીઓમાં રેડી ટુ વિયર સાડીની માંગ છે. આ સાડી સરળતાથી પહેરી શકાય તેમ હોવાથી પણ યુવતીઓ પસંદ કરે છે. જે વેપારીઓ પહેલા માત્ર પારંપરિક સાડીઓજ બનાવતા હતા તે પૈકી મોટાભાગના વેપારીઓ હવે રેડી ટુ વિયર સાડીનું ઉત્પાદન પણ કરી રહ્યા છે. સુરત સાથે દિલ્હીના વેપારીઓ પણ આવી સાડીઓ બનાવે છે.

Advertisement

Trending

Exit mobile version