Chhota Udepur
પુર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પુર્વ સૈનિકોના ધર્મપત્નીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા બાબત

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ અધિકારીની કચેરીની કે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પુર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓ જે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા,આનંદ, ખેડા અને છોટાઉદેપુરનુ ઓળખપત્ર ધરાવતા હોય તેઓ માટે સરકારશ્રી દ્વારા www.esm.gujarat.gov.in વેબસાઇટ લોંચ કરેલ છે પુર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓ કે જેઓ ૩૧/૧૨/૨૦૨૨ પહેલાનુ ઓળખપત્ર ધરાવતા હોય તેઓને ભવિષ્યમાં સહાય તથા લાભો ઓનલાઈન રજીસ્ટ્રેશનના માધ્યમથી મળવા પાત્ર છે. જેથી ભવિષ્યમાં આપની કામગીરીમાં કોઇ વિલંબ ના થાય તે માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવેલ છે. આ અંગે આપના તરફથી ઓનલાઈન પ્રક્રિયા વહેલી તકે કરી લેવા સુચન છે. આ બાબતે વધુ જાણકારી માટે જીલ્લા સૈનિક કલ્યાણ કચેરી,વડોદરા નો ફોન નમ્બર ૦૨૬૫-૨૭૭૨૬૬૬ પર કચેરી સમય (સવારે ૧૦૩૦ થી સાંજે ૧૮૧૦ સુધી) દરમ્યાન સમ્પર્ક કરવા જણાવવામા આવે છે.