Gujarat

ચાંદીપુરા વાયરસના કેસ સંદર્ભે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરીની વિગતો મેળવી

Published

on

વડોદરા જિલ્લામાં એક પણ કેસ નહીંસતર્કતા સાથે એલર્ટ મોડ પર જિલ્લા આરોગ્ય તંત્ર

ગ્રામ્ય વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે દવા છંટકાવ અને સફાઈ પર વિશેષ ધ્યાન

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં  આયોજિત  આ બેઠકમાં મુખ્ય મંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની  કામગીરીની વિગતો  મેળવી હતી.

વડોદરા ખાતેથી જિલ્લા કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ જોડાયા હતા.

Advertisement

મુખ્ય મંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ પ્રકારના તાવના કિસ્સામાં તાત્કાલિક સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો તેમજ સાવચેતીના પગલા હાથ ધરવા સૂચન કર્યું હતું.

Advertisement

વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં, જિલ્લા આરોગ્ય તંત્ર સતર્કતા દાખવીને યુદ્ધના ધોરણે સર્વેલન્સ કામગીરી કરી રહ્યું છે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ, આંગણવાડી અને પ્રાથમિક શાળાઓની આસપાસ સફાઈ તેમજ દવા છંટકાવ જેવી રોગ અટકાયતી કામગીરી આરોગ્ય વિભાગ અને પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

Advertisement

Trending

Exit mobile version