Gujarat
મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી ૧૬/૧૦/૨૩ સુધી કરવામાં આવશે

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪ વર્ષ માટે મગફળીના રૂ.૬૩૭૭/-, માગના રૂ.૮૫૫૮/-, અડદના રૂ.૬૯૫૦/- સોયાબીનના રૂ.૪૬૦૦/- પ્રતિ ક્વિન્ટલ ટેકનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(પી એસ એસ) હેઠળ ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડૂતોની નોંધણી તા.૧૬/૧૦/૨૦૨૩ સુધી ગ્રામ્ય કક્ષાએ એ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વી. સી. ઈ મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. આ ખરીદી આગામી તા.૨૧/૧૦/૨૦૨૩ બાદ શરુ કરવામાં આવશે.