Panchmahal
પંચમહાલ જિલ્લામાં તાલુકા કક્ષા કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન ૨૫ નવેમ્બર સુધી કરાવી લેવુ

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પંચમહાલ દ્વારા સંચાલિત તાલુકા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૩-૨૪નું ઓફલાઇન રજીસ્ટ્રેશનની તા.૨૧/૦૯/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી કરવા માટે જણાવેલ હતું, પરંતુ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપરોકત સંદર્ભ દર્શિત પત્રથી વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી તાલુકા કક્ષા કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન તા.૨૫/૧૧/૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારગી મો-૯૧૦૬૨૨૫૦૫૧ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવી મો- ૯૦૯૯૧૩૨૨૬૫ ઉપર સંપર્ક કરવા અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,બહુમાળી ભવન,જિલ્લા સેવા સદન ભાગ-૨,પ્રથમ માળ રૂમ નંબર-૩૫ ખાતે રૂબરૂ આવીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે.તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન તા.૨૬/૧૧/૨૦૨૩ બાદ કરવામાં આવશે અને તારીખની જાણ હવે પછીથી કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.