Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા વાવાઝોડા વિસ્તારોમાં રાહત સહાય…
તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સદ્ગુરુ શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામીજી તથા પૂજનીય સંતો અને હરિભકતોએ ભુજ, માંડવી વિસ્તારમાં કોરો નાસ્તો તેમજ ખીચડી કઢી વગેરે પૂરું પાડવામાં આવી રહ્યું હતું તેમજ રહેણાકની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પોરબંદર,જામનગર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ વ્યવસ્થા તેમજ શ્રી મુક્ત જીવન સ્વામીબાપા રેસ્ક્યુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ત્રણ રેસ્ક્યુ ટીમ મોકલી આપવામાં આવેલ હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અહીં આસપાસના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરાધાર લોકોને વિવિધ વસ્તુઓ સાથે સમાવિષ્ટ એવા 12000 ( બાર હજાર) ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માંડવી તાલુકાના ખાસ અસરગ્રસ્ત ગામો નાના લાયજા, છછી, મોડકુબા વગેરે આસપાસ ગામોમાં 3 દિવસ સુધી ખીચડી, કઢી, રોટલી વગેરે પાકું જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સહુ કોઈ આ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળી આવે અને સહુની રક્ષા થાય તેમજ बहु जन हिताय बहु जन सुखाय ની ભાવના સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીજી