National
દિલ્હી-NCRમાં ગરમીથી રાહત, જાણો કેવું રહેશે હવામાન
દિલ્હી-NCRમાં ગઈકાલે રાત્રે તોફાન સાથે સારો વરસાદ થયો હતો. જેને લઈને હાલ હવામાન ઠંડું થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ દિલ્હી-NCRમાં તોફાન અને વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જાણો હવામાન વિભાગનું અન્ય રાજ્યોને લઈને અપડેટ.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરી ભાગોમાં ચેન્જ જોવા મળશે. જેના કારણે ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોમાં હિમવર્ષા, ભારે વરસાદ થઈ શકે છે.
હાલમાં રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને લોકોને ગરમીથી રાહત મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. આ સાથે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, કર્ણાટર અને કેરળમાં પણ વરસાદ થયો છે.