Chhota Udepur

છોટાઉદેપુર બોડેલી તાલુકામાં આંતક મચાવનાર દીપડો પાંજરે પુરાતા લોકોને રાહત

Published

on

આખરે દીપડો ટીબી અને આમલ પૂરા મકાઇ ના ખેતર ની સીમમા થી પાંજરે પુરાતા વન વિભાગના અધિકારીઓ અને ગામના લોકો એ રાહત નો શ્વાસ લીધો ..

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર અને ધોળીવાવમાં આંતક મચાવનાર દીપડા ને ભારે જે હમત બાદ વન વિભાગ ને સફડતા મળી પ્રાપ્ત મળતી માહિતી મુજબ બોડેલી ના ટીંબી ગામની સીમમાં મહિલાઓ પોતાના ખેતરમાં ઘાસચારો કાપવા ગયા હતા ત્યાં એક મહિલાની દિપડા ઉપર અચાનક નજર પડી જતા મહિલાએ હિંમત દાખવીને વન વિભાગ ને ટેલીફોનિક જાણ કરી દેવામાં આવતા વન વિભાગના અધિકારી ઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલી વન વિભાગ ની ટીમ છોટાઉદેપુર જિલ્લાની ટીમ પંચમહાલના જાંબુઘોડા ની ટીમ તેમજ બોડેલી સ્થાનિક વન વિભાગ ની ટીમ પાવી જેતપુર ની ટીમ ની સાથે બોડેલી પોલીસ પણ જોડાઇ હતી અને જેહમત બાદ સફળતા મળતા આજુબાજુના ગામ લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

વન વિભાગે દીપડાને ટીંબી ગામના મકાઈના ખેતરમાંથી ડાટ ઘન નો ઉપયોગ કરીને દિપડા ને પકડવામાં સફળતા મળી પંચમહાલના દેવગઢબારિયા અને છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા વન વિભાગના સુ ટરોદ્વારા ડાટ ઘનમારી ને ની ટીમ ને સફળતા મળી હતી.આ વન વિભાગ ની ટીમની મોનીટરીંગ છોટાઉદેપુરના ડી એફઓ દેસાઈ અને અલગ અલગ જિલ્લામાંથી આવેલા ઉચ્ચ અધિકારી ઓ ની અધ્યક્ષતામાં ટીમ ઉતારી હતી અને દિપડો પાંજરે પુરાતા અધિકારીઓ અને ગામના લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.. અને દીપડાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

Advertisement

Trending

Exit mobile version