Connect with us

Editorial

માત્ર મંદિરોની બાંધી, મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી ધર્મ અને સંસ્કૃતિ જળવાતી નથી

Published

on

નમસ્કાર, તટસ્થ ભાવે આ લેખ લખવાનો મારો નમ્ર પ્રયાસ છે. હું કોઈ એક ધર્મમાં બંધાએલ નથી. સારું બધુજ સહર્ષ સ્વીકારવાનો મારો સ્વભાવ છે- રેખા વિનોદ પટેલ (ડેલાવર)

ભારતના મૂળમાં સંસ્કૃતિ અને ધર્મ અગત્યના પાયાઓ છે. જેના આધારે આપણી પ્રાચીન સંસ્કૃતિ આધુનિક યુગમાં પણ ટકી રહી છે. ધર્મો એકબીજાના પ્રભાવ હેઠળ, માન્યતાઓને આધારે અલગ અલગ સંપ્રદાયોમાં વહેચાઈ ગયા છતાં દરેકનો હાર્દ એકજ છે. જે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને જોડી રાખવા અગત્યના છે. આ માટે મહત્વના છે સંતો અને સંતસમાગમ માટે મંદિર જેવી જગ્યાઓ સંસ્થાઓ.

Advertisement

મંદિરમાં સતત પૂજા આરતી થાય જ્ઞાન વહેચાય આથી એ જગ્યાઓ દિવ્યશક્તિ થી ભરપુર હોય છે. જ્યાં નાસ્તિક માણસને પણ એનર્જી મળે છે. જરૂરી નથી અહી દંડવત પ્રણામ કરો પણ શાંતિથી બે હાથ જોડી બેસવાથી પણ ખુબ શાંતિનો અનુભવ થાય છે, જે આજના ભાગદોડ કરતા મન શરીર માટે ખુબ આવશ્યક છે.

જે  વ્યક્તિનું સ્ટ્રેસ ઘટાડે છે અને ખુલ્લા મને તે આગળનો માર્ગ વિચારી શકે છે. હોસ્પીટલમાં જવા કરતા આવી જગ્યાએ જવું પણ ફાયદાકારક છે. ખેર આ વાત થઇ નાસ્તિકો માટે બાકી મંદિર અને ભગવાન લગભગ દરેક ભારતીયનાં જીવનનો અગત્યનો ભાગ છે, જે દરેકના મનમાં અને ઘરમાં પણ છે.

Advertisement

અમેરિકાનું સાવ નાનું સ્ટેટ ડેલાવર જ્યાં ભારતીયોની સંખ્યા બીજા રાજ્યો કરતા ઘણી ઓછી છે. છતાં આ ગુરુવાર વિક ડેઝમાં જ્યાં લોકોને એકબીજાને ફોન કરવાનો સમય નથી હોતો તેવા બીઝી દિવસની સાંજે બીએપીએસનાં ખુબ જ્ઞાની અને જાણીતા એવા શ્રી ડો.જ્ઞાનવત્સલદાસ સ્વામીનું લેકચર હતું. જેમાં આશરે ૧૨૦૦ કરતા પણ વધારે માણસો હાજર હતા. દોઢ કલાકના કાર્યક્રમ દરમિયાન એક ટાંકણી પડે તો પણ સંભળાય તેવી શાંતિ હતી. હજુ ભારતમાં આટલી મોટી સંખ્યામાં ભાવિકો ભેગા થાય તો ઠીક છે પણ અમેરિકા જેવા દેશમાં અને નાના રાજ્યમાં આમ બનવું બહુ મોટી વાત ગણાય.

ડેલાવરનાં બીએપીએસના મંદિરમાં રીનોવેશન ચાલે છે, આ કારણે આ સભા હાઈસ્કુલના હોલમાં આયોજિત કરાઈ હતી. ચાલુ દિવસે લગભગ બધાજ કામ કરતા હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં આવનાર દરેકની માટે સભા પછી જમવાની વ્યવસ્થા મંદિરમાં સેવા આપતા ભાઈ બહેનોએ સ્વેચ્છાએ ઉપાડી હતી. આવું ડેડીકેશન અને ડીસીપ્લીન ખરેખર સહુએ શીખવા જેવું છે.

Advertisement

આ લેકચર દરમિયાન માત્ર કોઈ ધર્મને લગતી વાત નહોતી. હા ધર્મ સંસ્કાર શીખવે છે, સાથે દિશા સુચવે છે એ વાત જરૂર હતી. પૂજા કે પ્રાર્થના જેમ અંતરથી થવી જોઈએ તેમ કોઈ પણ કાર્યમાં જો ડેડીકેશન નાં હોય તો તે કાર્ય માત્ર અને માત્ર સ્ટ્રેસ આપે છે જેની અસર મન સાથે કાર્ય અને શરીર ઉપર પડે છે એ વાત સમજાવવાનો સ્વામીશ્રી નો પ્રયાસ ખુબ સચોટ અને ગળે ઉતરે તેવો હતો. જેની શરૂવાત ભગવાન શ્રી રામ અને કૃષ્ણ અને સ્વામીનારાયણ ની જય બોલાવીને કરી હતી. જે વાત ખુબ ગમી. આ કહેવાય સનાતન ધર્મની સમજ, જે માત્ર પોતાના ભગવાન મોટા અને સાચા એવો દંભ કરતા ભાવિકોએ સમજવા જેવી છે.

સ્વામીશ્રી ના લેક્ચરમાં જીવનમાં વધતા જતા તણાવને કેમ ઓછો કરવો તેની વાત હતી. જેમાં સહુથી સમાંજ્વાજેવી અને સચોટ વાત હતી વ્યક્તિનું મનોબળ, અને કાર્યક્ષમતા જેના આધારે સ્ટ્રેસ ઉપર કંટ્રોલ મેળવી શકાય છે.

Advertisement

 

સંસ્યાસી જીવન હોવા છતાં સામાજિક મુશ્કેલીઓને આવા સંતો બહુ સહેલાઈથી સમજાવે, તેનો ઉકેલ અને માર્ગ બતાવે એ પણ આધુનિક જ્ઞાન વિજ્ઞાન અને સચોટ ઉદાહરણો સાથે જે બહુ ખાસ કહેવાય. જેમ ત્રણ સ્વામીશ્રીનાં લેક્ચરમાં ત્રણ એફ, ત્રણ એચ અને ત્રણ એસની વાત હતી જેના ઉપર કંટ્રોલ રખાતા ઘ્યાન આપતા જીવનમાં સ્ટ્રેસ ઓછો થાય છે અને કાર્યક્ષમતા વધે એ નક્કી છે.

Advertisement

ત્રણ એફ – ફ્રેન્ડ, ફેમીલી અને ફેથ (વિશ્વાસ )

ત્રણ એચ- હેલ્થ, હેલ્પ અને હાઈજીન (સ્વચ્છતા )

Advertisement

ત્રણ એસ – સર્વિસ, સ્માઈલ અને સોલ(આત્મા )

 

Advertisement

કેટલું સચોટ તારણ, અહી કોઈ ધર્મ કે બદલાવની વાત નથી. માત્ર આપણી આજુબાજુનાં તણાવને કેમ ઓછો કરવો તેની સાદી સરળ સમજ હતી.

શ્રી જ્ઞાનવત્સલ સ્વામી માત્ર એક સંત તરીકે નહોતા બોલતા પરંતુ તેમની પાસે ઘર્મ સિવાય આધ્યાત્મિક અને આધુનિક જ્ઞાનનો ભંડાર જોવા મળતો હતો. તેમની વાત કરવાની શૈલી સાવ સરળ હતી હા આ લેકચર ઈંગ્લીશમાં હતું તેથી કદાચ બધા વડીલો આનો લાભ નહિ લઇ શક્યા હોય તેનો અફસોસ રહ્યો હતો. બાકી તેઓ ગુજરાતી હિન્દીમાં ખુબ ધારદાર સ્પીચ આપે છે.

Advertisement

કેટલાક ધર્મોમાં ફક્ત મંદિરમાં જઈ ભજન કીર્તન કરવાની વાત આવે છે, તો કેટલાક ધર્મોમાં આ સિવાયની લોકસેવાની પ્રવૃત્તિઓ ચાલે છે તો કેટલાક આ બધાથી આગળ પોતાનો અલગ ચીલો પાડે છે. તે છે આવીજ ધર્મસંસ્થા છે બીએપીએસ. ઘર્મ છે સ્વામીનારાયણ.

જ્યાં ભજન ભક્તિ થી આગળ ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ સાથે આધુનિક લોકમાનસને સમજીને કરાતી વાતો, ઉપદેશ અને કરતા સામાજિક કાર્યો આંખે ઉડીને વળગે તેવા હોય છે. અહી અમુક જુનાપુરાના નિયમોને બાદ કરતા મોર્ડન સમાજને ગળે ઉતારે એ રીતે સમજાવાય છે. એજ કારણે બહુ ઝડપભેર ભારત સિવાય બીજા અનેક દેશોમાં તેનો ઝડપી ફેલાવો થઇ રહ્યો છે.

Advertisement

માત્ર મંદિરોની બાંધી, મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી ધર્મ અને સંસ્કૃતિ જળવાતી નથી. આ વાતને બીએપીએસના સંતો અને કાર્યકરો બરાબર સમજે છે. અને એજ કારણે આ ધર્મમાં બહુ એજ્યુકેટેડ લોકો જોડાએલા છે. એમનાં દ્વારા સારા લેકચરો અને મોટીવેશન આપતી સ્પીચ જાણવા સમજવા સાથે જીવનમાં ઉતારવા જેવી હોય છે. જ્ઞાન ગમે ત્યાંથી મળે સારું હોય પ્રગતીના માર્ગે આગળ લઇ જનારું હોય તો અવશ્ય ઝીલી લેવું જોઈએ.

આજે જ્યારે આ ધર્મ અને પ્રવૃત્તિઓ વિષે વાત કરીએ છીએ ત્યારે અમેરિકાનાં ન્યુજર્સીના રોબિન્સ્વીલમાં બંધાએલા બીએપીએસનાં મંદિર વિષે લખવાનું ચૂકાય તેમ નથી.  અમેરિકાનું સહુથી મોટું અને વિશ્વનું બીજા નંબરનું આ ભગવાન સ્વામીનારાયણનું મંદિર છે. ૨૦૧૪માં આ મંદિરનું ભૂમિ પૂજન કરાયું હતું. આજે ૨૦૨૩માં કામ પૂરું થયું છતાં આજે પણ ત્યાં કામ ચાલુ છે. જ્યાં ૧૨,૫૦૦ વોલન્ટીયર્સ અને હજારો કાર્યકરોએ સ્વેચ્છાએ યોગદાન આપ્યું હતું.  અહી હજારો વર્ષ જૂની ભારતીય મહામુલી કલાકારીગીરી સાથે મોર્ડન ટચ પણ અપાયો છે.

Advertisement

મંદિર છે ભગવાન છે, ભક્તિ છે તો સાથે પરદેશમાં આપણી સંસ્કૃતિની આગેવાની કરી શકે તેવું સ્મારક પણ છે. અભિમાન હોવું જોઈએ નહિ કે કરોડો રૂપિયા ખરચાઈ ગયાનું દુઃખ. કારણ ઘણી વાર સાભળીયે કે વિચારીએ છીએ કે મંદિરો પાછળ રૂપિયા વેડફાય છે.  વાત સાચી છે છતાં કૈક અંશે અધુરી પણ છે. મંદિર માત્ર ભજન કરવા નથી હોતા. ત્યાં જે સમાજની સંસ્કૃતિની જાળવણી થાય છે તે આધુનિક અને સ્વછંદ બનતા જતા સમાજ માટે ખુબ આવશ્યક છે. કાલને ઉત્તમ રાખવા આજની સાચવણી જરૂરી છે. આ મંદિર આધ્યાત્મિક અને ભારતીય સંસ્કૃતિની મશાલ સમું છે.

આ ધર્મ મંદિરો જ બાંધે છે તેવું નથી. ૫૫ દેશોમાં આશરે ૧૪૦૦ મંદિરો, સાથે ૭૫થી વધારે સ્કુલો, હોસ્પિટલ વગેરે પણ બાંધી સેવાના કાર્યો કરે છે. જેમાં ડોકટરો, અકાઉનટન્ટ, એન્જીનીયરો, પ્રોફેસરો સાથે ૧૫૦ કરતા પણ વધુ એજ્યુકેટેડ એનારાઈ સંતો છે જે પોતાના જ્ઞાનો લાભ આવા લેકચરો અને સભાઓમાં આપે છે.

Advertisement

સંસ્કૃતિ, જ્ઞાન વિના અને જ્ઞાન, જ્ઞાની વિના અધૂરા છે. આપણે બધું જાણીએ સમજીએ છીએ, છતાં જ્યારે કોઈ જ્ઞાની આંગળી ચીંધે ત્યારે તેને જીવનમાં ઉતારવા તત્પર થઈએ છીએ. દરેક પોતાનો ગુરુ છે છતાં દરેકને ગુરુની જરૂર આજ કારણે પડે છે.

અંતમાં બસ એકજ વાત સમજવાની જરૂરી છે કે ધર્મના નામે વહેચાઈ કે વહેરાઈ જવાની જરૂર નથી. સાચા સંતો કોઈ એક ભગવાની ઉપાસના કરવાનું શીખવતાં નથી. તેઓ તો બસ ધર્મને નીતિ માની આગળ ચાલતા શીખવે છે. જે અધૂરા જ્ઞાની હોય માર્ગ ભુલાવે તેમને ગુરુ માની નાન્માંસ્ત્ક ચાલવાની જરૂર પણ નથી.

Advertisement

રેખા વિનોદ પટેલ (ડેલાવર)

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!