Gujarat

રીંછયા ગામની સસ્તા અનાજ ની દુકાનમાં કાર્ડધારકો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

ઘોઘંબા તાલુકાના રીંછયા ગામે પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના મહિલા સંચાલક કાર્ડ ધારકો સાથે અન્યાય કરતા હોવાની ઘોઘંબા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે આ વિસ્તારની જાગૃત મહિલા હમીરાબેન જયંતીભાઈ રાઠવા એ પોતાની અરજીમાં જણાવ્યા પ્રમાણે રીંછિયા ગામની સરકારી પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ની દુકાનમાં ભ્રષ્ટાચાર અને કાર્ડ ધારકો સાથે અન્યાય થતો હોવાનું મામલતદારને આપવામાં આવેલી અરજી માં જણાવ્યું છે
અરજીમાં લોકડાઉન સમયે ફક્ત એક જ વખત મફતમાં અનાજ આપ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હમીરાબેનની લેખિત અરજીમાં જણાવ્યા મુજબ ગ્રાહકોને અડધો અડધ ઓછું અનાજ અપાઈ રહ્યું છે ચોખા 12 કિલો ના બદલે ચાર કિલો ઘઉં ૧૮ કિલો ના બદલે 8 કિલો આપે છે દુકાન સંચાલક મહિલા હોવાથી તેની સામે ગ્રામજનો બોલતા ન હોવાનું પણ જણાવ્યું હતું ગરીબોને પૂરતું અનાજ ન મળતા ગતરોજ હમીરાબેન રાઠવા સરકારી દુકાને ગયા હતા જ્યાં એક મારુતિ વાન ગાડીમાં અનાજ ભરાતું હતું તેના પુરાવા રૂપે વિડીયો પણ લેવામાં આવ્યા હતા.

Advertisement

એક તરફ દબંગ અધિકારી તરીકે પ્રમાણિક છબી ધરાવતા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ડી.મકવાણાએ આવા દુકાનદારો સામે ફરિયાદ કરવા તેમનો નંબર જાહેર કર્યો છે ત્યારે સરકારી દુકાનદાર ગ્રાહકો સાથે અન્યાય કરી અનાજ સગેવગે કરતો હોવાનો પુરાવો પણ મળે છે ત્યારે આ અનાજ ક્યાં લઈ જવાતું હતું? કોણ ખરીદે છે અને ક્યાં મોકલવામાં આવતું હતું તેની તપાસ આ દબંગ અધિકારી કરશે કે કેમ? તે તો જોવું જ રહ્યું

Advertisement

Trending

Exit mobile version