Panchmahal

ઘોઘંબા નગરમાં આદિવાસીની બિન રાજકીય રેલીની પરવાનગી રદ કરતાં કલેકટરને રજૂઆત

Published

on

ઘોઘંબા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે જેમાં દર વર્ષે બે પ્રોગ્રામ થાય છે એક રાજકીય અને બીજો બિન રાજકીય ત્યારે આ વખતે બિન રાજકીય રેલીને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા આદિવાસી સંગઠનો માં રોષ વ્યાપી ગયો હતો આ સાથે આદિવાસી સંગઠન દ્વારા આ બાબતે જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી બિન રાજકીય રેલીમાં 8000 જેટલા આદિવાસીઓ જોડાવાના હોય બંને કાર્યક્રમના રૂટ સરખા હોય ટ્રાફિકજામ તેમજ કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય તેમ હોવાનું કારણ ધરી બિન રાજકીય રેલીની પરમિશન રદ કરતા આદિવાસી સંગઠનો એ રાજકીય આગેવાનો તથા તંત્ર સામે વિવિધ આક્ષેપો કરી જિલ્લા કલેકટરને આદિવાસી રેલીને મંજૂરી આપવા રજૂઆત કરી હતી

Trending

Exit mobile version