Chhota Udepur

આંબાખૂટ ગામને વસંતગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવ્વા માટે કરી માંગ

Published

on

પ્રતિનિધિ કાજર બારીયા

પાવી જેતપુર તાલુકાના આંબાખૂટ ગામને નજીકમાં આવેલી વસંતગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા માટેનો વિનંતી પત્ર પાવીજેતપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિકાસ કમિશનર ગાંધીનગર ને લખી જણાવ્યું છે કે આંબખૂંટ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત નથી પરિણામે ગામના લોકોને સરકાર તરફથી આપવામાં આવતી મદદ અને યોજનાઓનો આજ સુધી લાભ મળ્યો નથી પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય સરકારી યોજનાઓ સાથે વિદ્યાર્થીઓ કે અન્ય કામ માટે નાગરિકોને સહી સિક્કા કે પત્રની જરૂર હોય તો તે મળતા નથી પરિણામે ગામ લોકોને સરકારી સહાય અને મદદથી દૂર રહેવું પડે છે પરિણામે તકલીફ પડેછે આ ઉપરાંત સદર ગામના નાગરિકો નો એક પણ પ્રતિનિધિ ગ્રામ પંચાયતમાં ન હોવાથી અને સરકારી મદદ ન મળતી હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે

Advertisement

ગામ લોકો માં જેવો મતદાન કરવા માટે યોગ્ય છે તેઓ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે છે પરંતુ ગામમાં ગ્રામ પંચાયત ન હોવાથી ગ્રામ પંચાયતમાં મતદાન થતું નથી જેથી કરીને વિકાસ કમિશનર ગાંધીનગર મારી નમ્રવિનંતી છે કે મારા મત વિસ્તારમાં આવેલ આબાખૂટ ગામનું વસંતગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં તાત્કાલિક સમાવેશ થાય તલાટી તથા સરપંચ દ્વારા વિદ્યાર્થીઓ કે અન્ય જરૂરિયાત મંદોને સહી સિક્કા કરી આપી મદદ કરવામાં આવે તેવું સૂચન મારું નમ્ર વિનંતી સાથે છે મારી આ અરજીને આ અગ્રીમતા આપી તાત્કાલિક સદર ગામને વસંતગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવે તો તે ગામ લોકોના હિતમાં હશે

  • વિકાસશીલ ગુજરાત માં આંબખૂંટ સાથે ઓરમાયૂ વર્તન
  • ગુજરાત માં આ એકજ ગામ એવું હશે કે જ્યાં ગ્રામ પંચાયત નથી અથવા તો કોઈ ગ્રુપ ગ્રામ પંચાયત માં પણ સમાવેશ નથી કરાયો 800 લોકો નું ભાવિ અધ્ધરતાલ
  • લોકોને સરકાર તરફથી આપવામાં આવતી મદદ અને યોજનાઓનો આજ સુધી લાભ મળ્યો નથી
  • ગ્રામજનો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે છે પરંતુ ગામમાં ગ્રામ પંચાયત ન હોવાથી ગ્રામ પંચાયતમાં મતદાન થતું નથી
  • ધારાસભ્યએ ગાંધીનગર વિકાસ કમિશ્નર ને પત્ર લખી ગ્રામજનો ની વ્યથા જણાવી

Trending

Exit mobile version