Chhota Udepur
દસ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવી લેવા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને અનુરોધ
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના આધારકાર્ડધારક નાગરિકો કે જેમના આધારકાર્ડ દસ વર્ષ જૂના હોય તેમને આધારકાર્ડ અપડેટ કરાવી લેવા માટે જિલ્લા નોડલ ઓફિસર(યુડીઆઇડી) અને નિવાસી અધિક કલેકટર આર.કે.ભગોરા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા નોડલ ઓફિસર(યુડીઆઇડી) અને નિવાસી અધિક કલેકટર તરફથી જણાવાયા અનસાર છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ભારત સરકારની તા. ૧૯/૦૯૮/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસી દસ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાનો અવિરત લાભ લેવા માટે નિયત દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવા માટે જણાવાયું છે. આધારકાર્ડ અપડેશન માટે સરકાર દ્વારા રૂપિયા ૫૦/- (અંકે રૂપિયા પચાસ પુરા)નો દર નકકી કરવામાં આવેલ છે. આ માટે જિલ્લામાં આવે.લા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરી આધારકાર્ડ અપડેટ કરાવી લેવા નોડલ અધિકારી(યુડીઆઇડી) અને નિવાસી અધિક કલેકટર, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.