Gujarat
ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વનવિભાગ દ્વારા જુનાવનોડા ગામેથી એક સાથે બે મગરનું રેસ્ક્યુ
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર
આજ રોજ સાંજના લગભગ ચારેક વાગે ગળતેશ્વર તાલુકાના ફોરેસ્ટર અમિતાબેન ઝાલા ને ગળતેશ્વર તાલુકાના પ્રમુખ રામસિહભાઈ ઉપર ફોન આવ્યો કે ગળતેશ્વર તાલુકાના જુનાવાનોડા ગામ ના તળાવ માંથી બે મગર તળાવમાંથી બહાર આવી નાના ખાબોચિયામાં આવી ગયા છે. જેમાંથી એકની લંબાઈ આશરે 7 ફૂટ અને બીજાની લંબાઈ 6 ફૂટ હતી.
આની જાણ થતા.રામસિંહભાઈ એ NGOના જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને જાણ કરી કોઈ જાણ હાની ના થાય એ હેતુસર તેનું રેસ્કયું ઓપરેશન ચાર કલ્લાકની ભારેજ મેહનત થી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં NGOના સભ્યો અને વનવિભાગમાંથી ફોરેસ્ટર અમિતાબેન ઝાલા અને પ્રદીપભાઈ ભરવાડ સાથે મળીને રેસ્ક્યુ કર્યુ હતું ત્યારબાદ પ્રાથમિક ચકાસણી કરી માનવ વસવાટથી દૂર બાર વણાંક બોરી ડેમમાં સલામત રીતે છોડી મુકવામાં આવ્યો હતો.