Chhota Udepur
અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ : ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન અનેક લાભાર્થીઓ સ્થળ પર જ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે. આજરોજ બોડેલી તાલુકાના તાડકાછલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જેનું ગ્રામજનો તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બોડલી તાલુકાના તાડકાછલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો.
આ રથ મારફતે ગ્રામજનોએ સરકાર દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી. આજરોજ આયોજીત કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. તેમજ “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની કહાની લોકો સુધી પહોંચાડી હતી.
આજના કાર્યક્રમમાં લોકોનું સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ માય ભારત અંતર્ગત સ્વયંસેવક તરીકે પણ ગ્રામજનો નોંધણી કરાવવા માટે આગળ આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ અનેક સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે. આ સ્ટોલ સાંજ સુધી કાર્યરત રહે છે. જેમાં ગ્રામજનો સહભાગી થઈને વિવિધ યોજનાકીય લાભ સ્થળ પર જ મેળવી રહ્યા છે. આયુષ્યમાન ભારત યોજના, ઉજ્વલા યોજના તેમજ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ સ્થળ પર લોકો મેળવી રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકા સદસ્યો, પ્રમુખો, આરોગ્યનો સ્ટાફ, અધિકારી, કર્મચારી તેમજ ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.