Connect with us

Gujarat

કોરોના કાળમાં બંધ થયેલા બસ રૂટો ફરીથી ચાલુ કરો

Published

on

restart the bus routes closed during the corona period

સંતરામપુર નગરમાં કોરોના કાળથી બંધ કરેલ સંતરામપુર પૂર્વ વિભાગના તમામ રૂટો ફરીથી ચાલુ કરવા બાબત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સંતરામપુર ST ડેપો મેનેજર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

મળતી માહિતી મુજબ સંતરામપુર નગરમાં કોરોના કાળથી બંધ કરેલ સંતરામપુર પૂર્વ વિભાગના તમામ રૂટો ફરીથી ચાલુ કરવા બાબત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સંતરામપુર ST ડેપો મેનેજરને 31 ડિસેમ્બર 2022 ના બપોરે 1 કલાકે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું . જેમાં ટેવોએ આવેદન પત્ર પાથી જણાવ્યું હતું કે સંતરામપુર પૂર્વ વિભાગ માં આવેલ જેવી કે મોટી કિયાર, ભંડારા, સુરપુર, શરણીયા, બાબરોલ, સરાડ, જેવા અન્ય રૂટો ની બસો કોરોના કાળથી આજ-દીન સુઘી બંધ કરવામાં આવેલ છે. જે રૂટો આજ-દિન સુધી બંધ કરવામાં આવેલ છે . તે રૂટની તમામ બસો તાત્કાલીક ધોરણે ફરીથી ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીમીત્રો, નોકરિયાતો, મજૂરી અર્થે જતાં મુસાફરો, અન્ય કામ અર્થે જતાં મુસાફરો ને ગામડે થી શહેર તો શહેર થી ગામડે જવા માં સરળતા રહે તેમ છે. અને સાથે St નિગમ ને પણ બો મોટું ઈનકમ માં ફાયડો થઈ શકે તેમ છે. જેથી સંતરામપુર તાલુકામાં આવેલ પૂર્વ વિભાગના તમામ રહિશો માં માંગ ઉઠવા પામી છે કે આ તમામ રૂટો ની બસો ST નિગમ દ્વારા સર્વે કરી વ્હેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

restart the bus routes closed during the corona period

આ કાર્યક્રમ નિમિત્તે આમ આદમી પાર્ટીના મહીસાગર જિલ્લા ઉપ પ્રમુખ પીન્ટુભાઈ સોલંકી, સંતરામપુર તાલુકા લઘુમતિ સેલ તલ્હાભાઈ અરબ સંગઠન મંત્રી પર્વતભાઈ ડામોર, સંતરામપુર તાલુકા સંગઠનમંત્રી, દલસુખભાઈ બામણીયા, સંતરામપુર શહેર સંગઠન મંત્રી, જશવંતભાઈ પરમાર, સહ સંગઠનમંત્રી શૈલેષભાઈ ડામોર , વગેરે કાર્યકરો ઊપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા
સંતરામપુર.

Advertisement
error: Content is protected !!