Panchmahal
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષક નિવૃત્ત થતા સન્માન સમારોહ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની ઝાંખરીપૂરા શાળાના શિક્ષક અને કાલોલ તાલુકામાં સતત 20 વર્ષ સુધી બી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે અદ્દભુત અને અવિસ્મરણીય સેવાઓ આપનાર મનોજકુમાર લાલાભાઈ પરમારનો ભવ્ય વિદાય સમારંભ આજરોજ યોજવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષ તરીકે કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિરેન્દ્રસિંહ પરમાર ગામના મુખ્ય આગેવાન પ્રતાપસિંહ રાઠોડ, ગામના સરપંચ એસએમસીના અધ્યક્ષ અને સભ્યો તથા કેળવણીકાર રમેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક ગૌરાંગભાઈ જોશી, ભાવેશભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ ભાવિકભાઈ પટેલ, મંત્રી રમણભાઈ રાઠોડ, જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી કિરીટભાઈ પટેલ શિક્ષક સોસાયટીના ચેરમેન યુવરાજસિંહ, મંત્રી, રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘના અધ્યક્ષ અને મંત્રીરમેશભાઈ પટેલ તથા છેલ્લા 20 વર્ષમાં સીઆરસી કોઓર્ડીનેટર તરીકે સેવામાં જોડાયેલા તમામ સી.આર.સી કો ઓડિટર મિત્રો તથા પગાર કેન્દ્ર શાળા ની તમામ શાળાઓના શિક્ષક મિત્રો તેમના સગા સ્નેહીઓ અને ગ્રામજનોના વિશાળ સમુદાય વચ્ચે ભવ્ય રીતે તેમનો સન્માન અને વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમારંભમાં ઉપસ્થિત તમામ વક્તાઓએ મનોજભાઈ પરમારની કામ કરવાની શૈલી, આવડત, કુનેહ અને છટા વિશે સુંદર વક્તવ્ય આપ્યા હતા.
પોતાના સમગ્ર શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન ઉત્તમ સેવાઓ આપવા બદલ તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધી કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટી ના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. સમારંભના અંતે સૌ સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા હતા.