Panchmahal
હાલોલ સાર્વજનિક બગીચામાં તોફાનીઓની તોડફોડ
સુરેન્દ્ર શાહ
હાલોલ ના સાર્વજનિક બાગમાં તોફાની તત્વો દ્વારા બેઠક વ્યવસ્થા માટે ગોઠવવામાં આવેલ બાંકડાઓ તથા તથા અન્ય વસ્તુઓને તોફાની તત્વો દ્વારા ગતરાત્રિના તોડફોડ કરી નુકસાન કર્યાનું જાણવા મળે છે હાલોલ ખાતે દારૂ જુગાર અને આક ફરક ધંધાઓ બે રોકટોક અને બેફામ પ્રમાણે ચાલે છે ગતરાત્રિના બાગમાં થયેલા આ બનાવમાં નસેડી તોફાનીઓનો હાથ હોવાનું ચર્ચા છે
જોકે હાલોલના નાગરિકો દ્વારા પાલિકામાં ભરવામાં આવતા વેરાના રૂપિયા માંથી હાલોલ પાલિકા દ્વારા લોક સુવિધા માટે સ્વભંડોળમાંથી ખર્ચ કરી રીનોવેશન કરવામાં આવ્યું હતું જ્યારે બેઠક વ્યવસ્થા માટે બાંકડાઓ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા તેમની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા હતા.
તોફાની તત્વો દ્વારા આ અગાઉ પણ હાલોલ નગરમાં ઘણી બધી જગ્યાએ બાંકડાઓ તોડફોડ કરી હતી રાત્રિના નશાખોર તોફાની યુવાનો આવા ધંધા કરતા હોય છે પરિણામે પાલિકા અને નગરજનોને વેઠવાનો વારો આવે છે આ ઉપરાંત બાગ ની આજુબાજુ અસંખ્ય ચા નાસ્તાની લારીઓ રાત્રિના મોડે સુધી ખુલ્લી રહે છે તે લારીવાળા ના ધંધાઓ 11:00 વાગે બંધ થઈ જાય તેવી વ્યવસ્થા પોલીસ દ્વારા થવી જોઈએ લારીઓ બંધ હશે તો તોફાનીઓ આવવાના નથી પરિણામે આવી તોડફોડ બંધ થઈ જશે