Panchmahal
પંચમહાલના અને વડોદરાના નદી કાંઠે વસેલા ગામો સાવધાન દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડાશે
પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત દેવ જળાશયની સપાટી તા.18/09/2023 ના રોજ 89.36 મીટર પર પહોંચી છે.આજનું રૂલ લેવલ 89.65 મીટર જાળવવાનું થાય છે.હાલ જળાશયના ઉપરવાસમાં વરસાદી વાતાવરણ હોઈ બંધની સલામતી અને સુરક્ષા માટે દેવ ડેમના દરવાજા હવે પછી આગામી ગમે તે સમયે નદીના નીચાણવાસમાં પાણી વહેડાવવાની સંભાવના છે. ઢાઢર નદી કિનારે વસતા આસપાસના ગામોને સાવચેતી અને સલામતી રાખવા જણાવવામાં આવે છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના 07 ગામોને અને વડોદરાના ડભોઇ અને વાઘોડિયા તાલુકાના 26 ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.હાલોલ નદીકાંઠાના રામસાગર, સોનીવિટી, બાધરપુરા,ઇન્દ્રાલ, સોનીપુર, ગડિત અને કુબેરપુરા ગામો તથા વડોદરાના ડભોઇના બનૈયા,અબ્દુલપૂરા,વાયદપૂરા,કડાદરા,કડાદરાપૂરા,ગોવલી અને કરાલી તથા વાઘોડિયાના ફ્લોડ,ગોરજ, વલવા,વેજલપુર,જુવેરપુરા,આંકડિયાપુરા, વનકુવા, સાઠયાપુરા,અંટોલી, કાગડીપુરા, ઢોલાર, પાટિયાપુરા, મુનિઆશ્રમ, ઘોડાદરા,અંબાલી,મુવાડા,વ્યારા અને દંખેડા ગામોના નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.