Connect with us

Chhota Udepur

પાવીજેતપુર તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં સાંસદ ગીતાબેન રાઠવા ની ગ્રાન્ટ માંથી રોડની સુવિધા

Published

on

Road facility in the hilly area of Pavijetpur taluka from the grant of MP Gitaben Rathwa.

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

પાવીજેતપુર તાલુકાના અતિ ઊંડાણ વિસ્તારમાં આવેલા કેવડા અને બાર ગામ ને જોડતા ૩ કિલોમીટર ના રોડ ના અભાવે છેલ્લા કેટલાય વરસો થી સ્થાનીક લોકો પરેશાની ભોગવી રહ્યા હતા અને ત્રણ કિલોમીટર ના રસ્તા ના અભાવે આસપાસ ના વડલી, પોયલી, ભાભર, ઇટવાડા, જોગપુરા અને કેવડા જેવા ગામના લોકો ને કદવાલ થઈ ને ૨૫ કિલોમીટર નો લાંબો ચક્કર કાપી ને જવું પડતું હતું અને તેમાં પણ ગામમાં કોઈ વ્યક્તિ બિમાર પડે અથવા તો ડિલેવરી જેવા ઇમરજન્સી ના સમયે ખાટલા માં નાંખી ને દર્દી ને લઈ જવા પડતા હતા અને તેમાં ઘણો સમય વેડફાતો હતો અને ઘણી વખત સુવિધા ના અભાવે કોઈક ને જીવ ખોવા નો વારો પણ આવતો હતો આ કારણે ગામલોકો દ્વારા વરસો સુધી રાજકીય અગ્રણીઓ ને અનેક વખત રજૂઆતો કરી હતી જે તે સમય ના કોંગ્રેસ ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સહિત અનેક અગ્રણીઓ ને આ રોડ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કોઈ ફાયદો થયો નહોતો અને લોકો ની તકલીફ ઠેર ની ઠેર જ રહી હતી.

Advertisement

Road facility in the hilly area of Pavijetpur taluka from the grant of MP Gitaben Rathwa.

આખરે ગામલોકો એ મીડીયા સમક્ષ પોતાની સમસ્યા ની રજુઆત કરી હતી અને તેમાં પણ ઈ.એસ. ટી.વી ન્યૂઝ ચેનલ અને અવધ એક્સપ્રેસ ન્યૂઝ પેપર ના રિપોર્ટર દ્વારા તટસ્થ અને યોગ્ય રીતે સમસ્યા ને સમજી ને ન્યૂઝ માં ચલાવતાં તેના પડઘા જે તે સમયે પડ્યા હતા અને અધિકારીઓ તથા નેતાઓ એક્શન માં આવ્યા હતા પરંતુ આટલે થી નહીં અટકતાં ગામલોકો સાથે ન્યૂઝ ના પ્રતિનિધિ એ વર્તમાન સંસદ સભ્ય ગીતાબેન રાઠવા ને ગામલોકો ની રસ્તા ની તકલીફ અંગે વિગતવાર રજુઆત કરી લોકો ના પ્રશ્ન ને સાંસદ ના ગળે વાત ઉતારી હતી અને તેનું સકારાત્મક રિઝલ્ટ મળ્યું હતું અને સંસદ ગીતાબેન રાઠવા એ ગામલોકો ને આ રસ્તો પોતાની સાંસદ ગ્રાન્ટ માંથી બનાવી આપવાની ખાતરી આપી હતી અને આ રસ્તા માટે પોતાની ગ્રાન્ટ માંથી ૨.૮૦ કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી અને અંગત રસ લઈ આ રસ્તા નું કામ નું ખાત મુહૂર્ત કરી રોડ બનાવવાનું શરૂ કરાવતાં લોકો માં ખુબજ આનંદ જોવા મળ્યો છે અને છેલ્લા દોઢેક મહિના થી આ રસ્તા નું કામ ચાલી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તા ના કામ માટે ગામના યુવાનો રમેશભાઈ રાઠવા ઉર્ફે ગોપાલ ભાઈ, આરતીશ ભાઈ, ગોવિંદભાઈ, સોમાભાઈ, ઈશ્વરભાઈ તથા અશ્વિન ભાઈ સહિત તમામ યુવાનો એ કમર કસી ને રોડ ના કામ માટે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સુધી દોડી ને રજૂઆતો કરી ખુબજ પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આજે ગામલોકો ને રસ્તા ની સુવિધા મળતા ગામલોકો માં ખુબજ ખુશી જોવા મળી રહી છે

Advertisement
error: Content is protected !!