Panchmahal
નગરપાલિકાથી રોડ ના ખાડા પુરાયા નથી અને લાઈટ કપાઈ ગઈ હાલોલ ના રહીશો માથે ઘાત
હાલોલ નગર પાલિકા દ્વારા હાલોલ નગરની સ્ટ્રીટ લાઈટ નું વીજ બિલ ન ભરતા વીજ કંપની દ્વારા નગરના ૧૨૯ કનેક્શન પૈકી નાં ૧૧ વિસ્તારોનું છેલ્લા ત્રણ દિવસથી કનેક્શન કાપી નાખતા આ વિસ્તારોમાં અંધારપટ છવાઇ જવા પામ્યો છે.જેને લઈ આ વિસ્તારના રહીશો દ્વારા નગર પાલિકાનાં વહીવટકર્તા પર ફિટકાર વરસાવી રહ્યા છે.હાલોલ નગર ખાતે નગરમાં કુલ ૧૨૯ વિજ કનેક્શન વીજ કંપની દ્વારા જુદા જુદા વિસ્તારમાં વીજ કનેક્શન આપેલ છે જેમાં નગરના દરેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ચાલે છે પરંતુ છેલ્લાં ઘણાં સમયથી હાલોલ નગર પાલિકા દ્વારા વીજ કંપની MGVL નું બિલ ૭૧.૩૨ લાખ બાકી પડતું હોવાથી વીજ કંપની દ્વારા વીજ બિલ ભરી જવા પાલિકાને તાકેદ કરવા મૌખીક તેમજ નોટિસ આપી જાણ કરવા છતા પાલિકા દ્વારા પેટ નું પાણી ન હાલત અંતે વીજ કંપની ને નાં છૂટકે હાલોલ નગરના ૧૧ વિસ્તારના જેવા કે નિશાળ ફળિયું જાંબુડી,પાવાગઢ રોડ,કસ્બા,હોટલ હેરિટેજ બાયપાસ વિસ્તાર,નગીના પાર્ક,ટીંબી ચોકડી,હોટલ યુવરાજ,ગેલ ઇન્ડિયા કંપની વિસ્તાર, બીએસએનએલ,પ્રેમ સ્ટેટ,સ્વામીનારાયણ મંદિર આવા ૧૧ વિસ્તારોનું વીજ કનેક્શન વીજ કંપની દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કાપી નાખવામાં આવતા આ તમામ વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો છે.
પ્રથમ એક બે દિવસ આ વિસ્તારોનાં રહીશોને લાગ્યું કે કોઈ કારણોસર અથવા ક્ષતિ હોવાને લઈ કદાચ લાઈટ બંધ રહ્યું હશે પણ વધુ સમય લાઈટ બંધ રહેતાં આ વિસ્તારોનાં રહીશોને ફરિયાદો હાલોલ નગર પાલિકા નાં વીજ પુરવઠા શાખામાં ફરીયાદો થતા ખબર પડી હતી કે નગર પાલિકા નાં અંધેર વહીવટ ને લઇ છેલ્લા ઘણા સમયથી લાઈટ બીલ ભર્યું નથી તેને કારણે વીજ કંપનીએ આ વિસ્તારોનું લાઈટ કાપી નાખ્યું છે જેને કારણે આ વિસ્તારના રહીશો દ્વારા આવા અંધેર વહીવટ કર્તા નગર પાલિકા નાં સત્તાધીશો સામે ફિટકાર વરસાવી રહ્યા છે.આ બાબતે વીજ કંપની ને આધાર ભૂત અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વાત સાચી છે કે પાલિકા દ્વારા અમારી કંપની દ્વારા વખતો વખત જાણ કરી હોવા છતાં વીજ બિલ નાં નાણા ભરપાઈ કરતા ન હોવાથી અમોએ નાં છૂટકે નગરના ૧૨૯ વીજ કનેક્શનો પૈકી ૧૧ વિસ્તારોનાં ૧૧ કનેક્શન કાપી નાખ્યાં છે.ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સ્ટ્રીટ લાઈટ નું ૭૧૩૨૦૦૦/જેટલી માતબર રકમ બાકી પડે છે કે પૈકી ૧ લી માર્ચે ૫.૫ લાખ રકમ જમાં કરાવી હતી.તેવીજ રીતે નગરના વોટર વર્કસ નાં ૧૫૯ કનેક્શનો છે તેમાં પણ ઘના સમયથી બિલ ન ભરતા આજની તારીખે ૧.૨૮ કરોડ જેટલી માતબર રકમ વીજ બિલ ની બાકી પડે છે.જોકે આવતા સમયમાં પાલિકા દ્વારા વોટર વર્કસ નું બિલ ભરવામાં ન આવે અને વીજ કંપની લાલ આંખ કરી વોટર વર્કસ નું પણ જો કનેક્શન કાપે તો ભર ઉનાળા માં હાલોલ નગરની પ્રજાને તરસે રેહવાનો વારો આવે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.