Panchmahal
રોટરી ક્લબ દ્વારા હાલોલ ખાતે હૃદય રોગ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્ર શાહ દ્વારા
રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે આજે રવિવાર તા. ૧૨/૦૨/૨૦૨૩ ના રોજ હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે વડોદરાની જાણીતી અગ્રણી નિદાન હાર્ટ ક્લિનિક ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ અને આયુષ બ્લડ બેંકના સહયોગ થી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સવારે ૯ કલાકે રોટરી ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ પરીખ, સેક્રેટરી હાર્દિક જોશિપુરા, રો. હેમેશભાઈ પટેલ, રો. ડો. સંજય પટેલ, નિદાન ક્લિનિક ના ડૉ. સંકેત સરૈયા, ડો. અનંત અગ્રવાલ તથા ડો. હાર્દિક ભટ્ટ ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં નિદાન ક્લિનિક માંથી આવેલ અનુભવી ડોક્ટર્સ દ્વારા ડાયાબીટીસ ચેક અપ તથા કર્ડીઓલોજિસ્ત ના કુલ મળીને ૧૨૧ દદીઁઓએ આ ની:શુલ્ક કૅમ્પનો લાભ લીધો હતો તથા આયુષ બ્લડ બેંક દ્વારા જે રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ તેમાં કુલ ૩૫ લોકોએ રકતદાન કરીને ઘણા દર્દી ઓને મદદ કરી છે. આયુષ બ્લડ બેંક દ્વારા દરેક રકતદાન કરનાર દાતાઓને સર્ટિફિકેટ, કાર્ડ પણ આપવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન ત્થા સફળ સંચાલન ક્લબ ના દરેક સભ્યોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.