Mahisagar
કડાણા પોલીસ પટેલો દ્વારા રુડીગત ગ્રામ સભાઓનુ આયોજન કરાયુ

મહિસાગર જિલ્લા ના કડાણા કડાણા: પોલીસ પટેલો દ્વારા રુડીગત ગ્રામ સભાઓનુ આયોજન કડાણા તાલુકામાં આવેલ કાકરી મહુડી ગામે કરાયુ. પોલીસ પટેલ અને ગુજરાત કન્વીનર ના અધ્યક્ષ સ્થાને સભાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું
આ રુડીગત ગ્રામ સભાઓ મા મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી ગુજરાત કનવિનર સોમાભાઈ સ્વરૂપભાઈ તાવીયાડ તેમજ મહીસાગર જિલ્લા કનવિનર રમેશભાઈ ફુલાભાઈ પાદરીયા હાજર રહ્યા હતા
ગ્રામ સભાઓ મા આદિવાસી લોકોને પડતી તકલીફો , આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામા આવી હતી..
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર .