Chhota Udepur
સબ-રજીસ્ટ્રાર ની કચેરીમાં વચેટીયાનું રાજ: બાર એસોસિયેશનના પ્રમુખ રજૂઆત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
બોડેલી માં કાર્યરત સબ-રજીસ્ટ્રાર ની કચેરી આવેલ છે અને તે કચેરી માં અનઅધિકૃત ઇસમો દ્વારા તમામ કચેરી માં દસ્તાવેજો નોધાવવામાં આવે છે અને ખુલ્લે આમ કોઈપણ જાતનું લાઈસન્સ ન હોવા છતાં પણ સરકારી કચેરી માં મોટી રકમો આપીને પોતાનો ફાયદો થાય તેવુ કામ કરી રહેલા છે અને સેવા-સદન ખાતે આ બાબતે જાહેર સુચનાનું બોર્ડ પણ મારેલ છે અને તેની ઉપર વટ જઈને અનઅધિકૃત વ્યકિત/એજન્ટ દ્વારા કચેરી માં ખુલ્લેઆમ ફરતા અને કાયદાની ઉપરવટ જઈને ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરતા આવે છે જેના કારણે ગરીબ અને લાચાર પ્રજાને મોટી રકમ ચુકવી પડે છે અને જો ન ચુકવે તો તેમના કોઈ કામ સરકારી કચેરીમાં થતા નથી અને જે અનઅધિકૃત વ્યક્તિઓ અધીકારીઓ ને મોટી મોટી દાવતો અને પાર્ટીઓ આપીને અને નાણાં આપીને ભષ્ટાચારની ચરણ સીમાં પાર કરી રહેલા છે અને જો પક્ષકાર જાતે જાય તો તેમની સાથે એક અજુકતુ વર્તન કરવામાં આવે છે. અને દસ્તાવેજ દીઠ મોટી રકમની માંગણી પણ કચેરીના અધીકારીનાઓ તથા તેમના એજન્ટો દ્વારા કરવામાં આવે છે ? જેની ચર્ચા જનતા મુખે થી સાંભળવા થી મળે છે જો આ સાચુ હોય તો તેની સામે યોગ્ય તપાસ કરવાની માંગણી પણ ઉઠીછે છે.
મામલતદાર કચેરી માં પણ આમ જનતા ની નોધો પાડવાની પ્રકિયા ચાલુ છે અને સદર નોધો ના આધારે રેવન્યુ કચેરી માં ઓનલાઈન અરજી કરવામાં આવે છે અને તેની સાથે સમય મર્યાદામાં તમામ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવે છે તેમ છતાં જયારે નોધનો નિર્ણય સરકારના નીતીનિયમ પ્રમાણે સમય પુર્ણ થવાના બે કે ત્રણ દિવસ બાકી હોય તો જેનો મોબાઈલ નંબર અરજી માં લખેલ હોય તેની પર ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ નોધ પર નિર્ણય કરવાનો સમય આવી ગયેલ છે જો તમે વ્યવહાર માં નહી રહોતો નોધ નામંજુર કરવામાં આવશે અને તેમના એજન્ટો ને લાચની રકમ આપવા માટે માંગણી કરવામાં આવે છે અને નોધો ના કાગળો માં રજુ થયેલ દસ્તાવેજી પુરાવા પણ કાઢી નાખવામાં આવે છે ! અને કાયદા થી ઉપરવટ જઈ ને કાયદાની જોગવાઈઓ વિરુધ્ધના શેરા કરી ને કોઈપણ પ્રકારે નોધો નામંજુર કરવામાં આવે છે તે પણ બાર એસોસિયેશનના પ્રમુખ લલિત ચંદ્ર ઝેડ રોહિત અને હોદ્દેદારોએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે.