Connect with us

Gujarat

મંજુસર પંથક માં ઉડતા ભેદી ડ્રોનથી લોકો ભયભીત તસ્કરો ડ્રોન થી ગામ ઉપર નજર રાખતા હોવાની અફવા

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદના વિસ્તારોમાં રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા દેખાતા પંથકવાસીઓમાં છૂપો ડર પ્રસરી ગયો છે જ્યારે મંજુસર પોલીસ દ્વારા ડ્રોન બાબતે પ્રજા ને કોઈપણ જાતની અફવા કે ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી છે

Advertisement

સાવલી તાલુકાના મંજૂસર પંથક સહિત તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના સમયે ચોર  ચોર ની બૂમો ઉઠવા પામી છે સાથે સાથે છેલ્લા અઠવાડિયાથી ભેગી રીતે તાલુકાના આકાશમાં આઠથી દસ જેટલા ડ્રોન ચક્કર મારતા જોવા મળ્યા છે તેના પગલે ટુંડાવ અલીન્દ્રા લામડાપુરા  શિવપુરા મંજુસર પાલડી નમીસરા બહુથા કરચિયા લસુંન્દ્રા અંજેસર કુંનપાડ જેવા ગામોમાં ડ્રોન દેખા દેતા નાગરિકો અજાણ્યા ડરથી ફફડી રહ્યા છે સદર બાબતે મંજુસર પોલીસ મથકના પી આઇ આઈ કૌશિકભાઈ સિસોદિયા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગના ધ્યાને પણ ડ્રોન ઉડી રહ્યા છે તે બાબત આવી છે અને આ બાબતે એલ આઈ બી વિભાગને જાણ કરીને માહિતી મેળવવામાં આવી છે પરંતુ પોલીસ વિભાગમાં આવી કોઈ જાણકારી નથી સાથે સાથે સાવલી તાલુકા અને તેને અડીને આવેલા વિસ્તારોમાં વિવિધ ટેકનિકલ કોલેજો તેમજ એરફોર્સ અને અન્ય સંસ્થાઓ આવેલી છે તો તેઓ પણ આ ડ્રોન ઉડાડતા હોય તેવું બની શકે પરંતુ આ કોઈ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ નથી માટે પ્રજાએ પેનિક થવાની કે ડરવાની જરૂર નથી પોલીસ વિભાગ આ મુદ્દે બિલકુલ સતર્ક છે અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ ધ્યાને આવે તો પોલીસ વિભાગને જાણ કરવા અપીલ કરી છે

જ્યારે બિન સત્તાવાર રીતે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મંજુસર પોલીસ મથકની હદમાં જ આઈ ઓ સી એલ નું ટેન્ક ફાર્મ આવેલું છે અને તેઓની વિવિધ પાઇપ લાઈનો તાલુકામાંથી પસાર થાય છે તો આ પાઇપલાઇન ઉપર સુપર વિઝન માટે ડ્રોન ઉડી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલ ડ્રોન મુદ્દે અફવાઓનું બજાર ભારે ગરમ છે પરંતુ હાલ તાલુકાના આકાશમાં ઉડતા ડ્રોન મુદ્દે પ્રજાજનો ભારે ડર અને ભયભીત થયા છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!