Food

sabudana khichdi : સ્ત્રીઓ માટે સાબુદાણા ખીચડી બની સુપરફૂડ: જાણો  શું છે તેના ફાયદા

Published

on

sabudana khichdi સાબુદાણા કંદમૂળમાંથી બનતી એવી ચીજ છે જે કાર્બોહાઇડ્રેટ-રિચ હોવાથી કૅલરીથી ભરપૂર હોય  છે.  એમાં રહેલાં પ્રોટીન, કૅલ્શિયમ અને ફાઇબરને કારણે ડાઇજેશન સુધારવામાં, હાડકાં અને મસલ્સ મજબૂત કરવા માટે પણ સાબુદાણા હેલ્ધી કહેવાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઉપવાસના દિવસોમાં સાબુદાણાની ખીચડી કૉમન ફૂડ છે. સ્ટાર્ચ હોવાથી એમાં સિમ્પલ શુગર અને સ્ટાર્ચ વધુ હોય છે. આ ચીજો કદાચ હેલ્થ માટે સારી નહીં હોય, પણ એમાં બીજું એવું ઘણું છે જે સ્વાસ્થ્ય અને પોષણ માટે બહુ સારી ચીજો છે.

સાબુદાણા ચીકણા અને પચવામાં ભારે હોવાથી આયુર્વેદ અને ટ્રેડિશનલ ડાયટમાં એને અવગણવામાં આવ્યા છે, પરંતુ તેમાં  મૉડર્ન ન્યુટ્રિશનિસ્ટ્સને એમાં સુપરફૂડ જેવી ક્વૉલિટીઝ દેખાય છે.પલાળેલા સાબુદાણાની સાથે સિંગદાણા, કઢીપત્તા અને કોથમીર, જીરું-મરચું અને કોકોનટ અથવા શુદ્ધ ઘી વાપરીને બનતી સાબુદાણાની ખીચડીમાં ફેનોલિક કમ્પાઉન્ડ્સ, ઍન્ટિઑક્સિડન્ટ્સ અને હેલ્ધી મૉલેક્યુલ્સ હોય છે.’

Advertisement

ફ્લુ અને ફીવર થયો હોય તો એ મટ્યા પછી ઍન્ટિબાયોટિક્સ અને દવાઓનો કોર્સ પૂરો થાય એટલે એક વાટકી સાબુદાણાની ખીચડી ખાવી જોઈએ. તેમજ મેનોપૉઝને કારણે અથવા તો એન્ડોમેટ્રિયોસિસને કારણે વધુપડતું બ્લીડિંગ થતું હોય તો દર વીકમાં એક વાર સાબુદાણાની ખીચડી ખાવી. જો પિરિયડના ચોથા-પાંચમા દિવસે પણ બ્લીડિંગ ચાલુ હોય તો એ વખતે પણ એક વાટકી sabudana khichdi લઈ શકાય.અને ફર્ટિલિટી લેવલ સુધારવા માટે અથવા તો પ્રેગ્નન્ટ થવા માટે પ્રયત્ન કરતાં હોય કે પછી જે મહિલાઓ એગ્સ ફ્રીઝ કરાવવાનું પ્લાન કરતી હોય તેમણે પણ ઓવ્યુલેશન માટેનાં ઇન્જેક્શન્સ શરૂ થાય એટલે દર અઠવાડિયે બે વાર સાબુદાણાની ખીચડી ખાવી જોઈએ.

મેનોપૉઝના સમયગાળા દરમ્યાન જો તમને પિરિયડ્સ પહેલાં ખૂબ થાક લાગતો હોય અથવા તો માથું દુખવાની સમસ્યા થતી હોય કે પેટમાં બ્લોટિંગ લાગતું હોય તો લક્ષણો દેખાય એના પહેલા જ દિવસે એક વાટકી સાબુદાણા ખીચડી ખાઈ શકાય.

Advertisement

ઓવ્યુલેશન દરમ્યાન જો તમને સ્પૉટિંગ થતું હોય તો એ સમયગાળા દરમ્યાન પણ એક વાટકી સાબુદાણા ખીચડી ખાઈ શકાય.

પ્રીમેનોપૉઝલ વીક દરમ્યાન જો ભૂખ મરી જતી હોય તો લંચ ટાઇમમાં સાબુદાણાની ખીચડી દહીં સાથે લેવી.

Advertisement

   વધુ વાંચો

maharashtrian saree : મહારાષ્ટ્રીયન લુક મેળવવા માટે ધોતીની જેમ સિલ્કની સાડી પહેરો, શીખો ડ્રેપ કરવાની રીત

Advertisement

આ વ્યક્તિ 1.8 સેમી સુધી આંખોને બહાર કાઢે છે, ગિનીસ બુકમાં નોંધાયું છે નામ

<strong>આ છે ફાઇવસ્ટાર હોટેલને પણ ટક્કર મારે એવાં ઝૂલેલાલનાં પૂરી-શાક</strong>

Advertisement

Trending

Exit mobile version