Panchmahal

સદભાવના મિશન ક્લાસ ગોધરાના બાળકો અને મુસ્લિમ શિક્ષક સાથે સદભાવના નો સુંદર પહેલ

Published

on

આજ આમ માનવી પોતાના સ્વાર્થ માટે કે બહુ તો પોતાના પરિવાર માટે જીવતો હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે રહેતા એક મુસ્લિમ યુવા શિક્ષકે સાચા અર્થમાં શિક્ષક કભી સાધારણ નહીં હોતા…. ઉક્તિને સાર્થક કરી બતાવી છે

આપના દેશમાં કેટલાક રાજ્યોમાં જાતિવાદ અને છૂત અછૂતની ઘટના સામે આવી છે એવામાં ગોધરા શહેરમાં રહેતા અને નવરચના પ્રાથમિક શાળા સાવલીવાડા ગોધરા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમનું કાર્ય પૂર્ણ થતાં જ ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને સાજે 6 કલાકે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ અભ્યાસ કરાવવા માટે અચૂક આવી જાય છે જેમાં વાલ્મીકિ સમાજ, મારવાડી સમાજ, ભોઈ સમાજ ભરવાડ સમાજ વગેરે સમાજના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો અભ્યાસ અર્થે શિક્ષકશ્રી ઈમરાન સાહેબ પાસે કોઈ નાત જાત કે ઉચનીચ વગર એક મંચ પર શિક્ષણ આપી રહ્યા છે.

Advertisement

આજે રોજ હિન્દુ ધર્મના પાવન પર્વ શ્રાવણ માસ દરમ્યાન શિવ આશીષ ગ્રુપ દ્વારા સમગ્ર અને સદભાવના મિશન ક્લાસના તમામ સમાજના બાળકોને ગોધરા અને મુસ્લિમ સમાજનું ગૌરવ એવા શિક્ષક ઈમરાન આ ભંડારમાં સમસ્ત હિન્દુ સમાજ વચ્ચે જમવાનું પીરસ્તા અને જમતા હતા ત્યારે હજારોની સંખ્યામાં લોકોએ શિક્ષક ઈમરાન ને મળવા ઉત્સુક બની તમામ લોકોએ બે હાથ જોડીને અભિવાદન કર્યુ હતું કે શિક્ષક ઈમરાન લગાતાર શિક્ષણ આપી રહ્યા છે એવામાં શિવ આશીષ ગ્રુપના કાર્યકર્તા મૂકેશ ભોઈ દ્વારા આ સુંદર રચના સામગ્ર હિન્દુ સમાજ અને એક મુસ્લિમ યુવા શિક્ષક ઈમરાન ના આવાં દ્રશ્યો જોઈ લોકોમાં કૂતુહલ સર્જાયો અને ઘણા લોકોએ કોઈ નાત જાત વગર આ ભંડારીનો લહાવો લીધો હતો

સાચાં અર્થમાં ધર્મ, જાતિ જ્ઞાતિ, ઉચનીચના ભેદભાવને ભુલીને પોતાના જ્ઞાનની વહેંચણી સમાજનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સામાજીક સમરસતા અને લોકમા માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આવા શિક્ષક ઈમરાન ને ધન્ય છે શિવ આશીષ ગ્રુપના કાર્યકર્તા ભોઈ મુકેશભાઈ અને તેમના પરિવારના સભ્યોએ આભાર માન્યો હતો.

Advertisement

Trending

Exit mobile version