Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના સંતોએ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ…

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો આરંભ થઇ ચુક્યો છે. એસ.એસ.સી.નું ૧૪ માર્ચ, મંગળવારની સવારે પ્રથમ પેપર આપવા જતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાયા હતા.
બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હોવાથી શાળા કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પૂજનીય સંતોએ એ કંકુ તિલક કરી ફૂલોથી સ્વાગત કરી મોં મીઠું કરાવી ઉત્તિર્ણ થવા શુભેચ્છા પાઠવી હતી.
Hssc & Ssc બોર્ડની પરીક્ષાના પ્રારંભે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને હિંમત આપતા અને શુભેચ્છા પાઠવતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી પૂજનીય સંતો અને મણિનગર શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અંકિતભાઈ ચોકસી તેમજ શિક્ષકગણ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.