Gujarat
સજ્જાદા મોઈને મિલ્લત હજરત સૈયદ મોઇનુદ્દીન કાદરી સાહેબને રિફાઈ સિલસિલાની ખીલાફતથી નવાજવામાં આવ્યા

કાદીર દાઢી.હાલોલ
તારીખ 31.10.2023 મંગળવારના શુભ દિવસે ઈરાકમાં ઉમ્મે અબીદા ખાતે આવેલ હજરત સૈયદ અહમદ કબીર રિફાઈ (ર.અ.) ના મજાર શરીફ પર વડોદરાની ખાનકાહે એહલે સુન્નતના શાહેબે સજ્જાદા મોઈને મિલ્લત હજરત સૈયદ મોઇનુદ્દીન કાદરી સાહેબે ખાનકાહ ના ઝુમરા સાથે હાજરી આપી હતી.
આ પ્રસંગે સરકાર ગૌસુરીફાઈની બારગાહ માં સાહેબે સજ્જાદાહજરત અશ્શાહ સૈયદ અબુ સૈફ સૈયદ અલી સાહેબે સરકાર મોઇને મિલ્લત હજરત સૈયદ મોઇનુદ્દીન કાદરી સાહેબને સિલસિલએ આલિયા રીફાઈની ખીલાફત અને ઇઝાજતથી નવાજવામાં આવ્યા હતા.આ શુભ પ્રસંગે તમામ કાદરી રિફાઈ મુરીદોને મુબારકબાદી પેસ કરવામાં આવે છે.જ્યારે સદર માહિતી સહેજાદાએ મોઈને મિલ્લત સૈયદ કબીરુદ્દીન ગૌસુલ્લાહ બાબાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.