Chhota Udepur

જેતપુરપાવી તાલુકાના સજવા ગામે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

Published

on

પ્રતિનીધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જેતપુરપાવી તાલુકાનાં સજવા જુથ ગ્રામ પંચાયતમા મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય આર્મીમાં ફરજ બજાવી નિવૃત થઈ ચૂકેલા રાઠવા બચુભાઈ જેઠાભાઈ તેમજ તાલુકા નોડલ અધિકારી માલકોયા કરમસિંહ, તેમજ ગ્રામ સેવક કપિલદેવ ગજજરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે આર્મીમાં ફરજ બજાવી નિવૃત થઈ ચુકેલા રાઠવા બચુભાઈ જેઠાભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દેશના વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી સાથે ધ્વજવંદન તેમજ વૃક્ષારોપણ પણ કરાયુ હતું.

Advertisement

આ તકે રાઠવા બચુભાઈએ આર્મીમાં નોકરી દરમિયાન પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા મા ભોમની રક્ષા કાજે સરહદે પોતાની ફરજ બજાવતા સૈનિકો અને આપણા જાનમાલની સલામતિ ખાતર દિવસ-રાત જોયા વગર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સમગ્ર ગ્રામવાસીઓ થકી સન્માનીત કરતા ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. આ પ્રસંગે સજવા જુથ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી કમ મંત્રી ઉપ સરપંચ અને વોર્ડ નાં તમામ સભ્યો ગ્રામજનો, શિક્ષક મિત્રો, આંગણવાડી બહેનો, આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી.

Advertisement

Trending

Exit mobile version