Surat

સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ, બે મેડીકલ સ્ટોર પર પોલીસના દરોડા

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા બે મેડીકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા છે. એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પાંડેસરા અને ઉધના વિસ્તારમાં બે મેડીકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. પોલીસે બંને મેડીકલ સ્ટોર પર દરોડો પાડીને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી નશાકારક સિરપની બોટલ તેમજ ટેબલેટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં એસઓજી પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા જયવીર મેડીકલ સ્ટોર એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ પર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થઇ રહ્યું છે.

Advertisement

બાતમીના આધારે એસઓજી પોલીસે ડમી ગ્રાહકને મોકલયો હતો જ્યાં સંચાલક વિજયભાઈ સોમાભાઈ પટેલે કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી નશાકારક સિરપની 14 બોટલ તેમજ નશાકારક 2639 નંગ ટેબલેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આવી જ રીતે એસઓજી પોલીસે ઉધના ગાંધીકુટીર ખાતે આવેલા વંશ મેડીકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. અહી સંચાલક મીથીલેશ અનીલ શાહએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું. જેથી એસઓજી પોલીસે આ મેડીકલ સ્ટોરમાંથી પણ નશાકારક સિરપની 30 બોટલ તથા નશાકારક 700 નંગ ટેબ્લેટ જપ્ત કરી હતી.

Advertisement

Trending

Exit mobile version