Gujarat
ઉમરેઠના શહેનશાહ હઝરત સેકુલ્લાહ બાવાનો ૭૫ માં સંદલ શરીફની ઉજવણી કરાઈ..

આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલી સુપ્રસિદ્ધ દરગાહ હઝરત સેફુલ્લાહ બાવા ના ૭૫ મા સંદલ અને શરીફ ની શાનદાર રીતે ઉજવણી કરાઇ હર વર્ષ ના રમજાન માસ ના ૧૩ માં રોજા એ સંદલ ની ઉજવણી કરવામાં આવે છે.
જેમાં સેફુલ્લાહ બાવા દરગાહ ખાદીમ હાજી ઇરફાન મિયાં જુમ્માં મસ્જિદ ના પેશ ઈમામ સૈયેદ અમીનોદ્દીન કાદરી સાહેબ અને ઉમરેઠ મસ્જિદ ના આલીમો આગેવાનો નગરજનો અને આવેલા શ્રદ્ધાળુઓ દ્વવારાં સંદલ શરીફ ની ઉજવણી કરવામાં આવી.. હિન્દુ મુસ્લિમની – આસ્થાના પ્રતિક સમાન દરગાહ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલહાર, ફૂલની ચાદર અત્તર વગેરેનો વિધિવત ચઢાવો વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સ પ્રસંગે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દરગાહ ઉપર સંદલ શરીફ્ અર્પણ કરી ( ચઢાવી) ઉર્સની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલહાર, ફૂલની ચાદર અત્તર વગેરેનો વિધિવત ચઢાવો કરી વલીઓનો આદર કરી આદરભાવથી પ્રેમથી શ્રદ્ધાસુમન સાથે હજરત મોહંમદ સૈફુલ્લાહ બાવા ઉમરેઠ ને અર્પણ કરાય છે. જ્યારે ઉમરેઠ ની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગેચંગે ઉજવવામાં પાછી પાની કરતી નથી. હાલ મુસલમાનો નો રમજાન માસ ચાલે છે જેમાં ૧૩ માં અને ૧૪ માં રોજે શેહરી અને ઈફતારી નો આયોજન દરગાહ પર કરવામાં આ છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉર્સ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યામ ઉમટી પડી ફૂલ ચાદર વગેરેનો ચઢાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી,સાથે સાથે ઉર્સ પ્રસંગે લોકોના દુઃખ દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહના વલી હજરત શહેનશાહ હઝરત સંકુલ્લાહ બાવા ની દરગાહ ખાતે દૂરદૂર થી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચઢયા હતા.. જેમાં સમસ્ત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ આજના પ્રસંગનો લાભ લીધો હત કોમી એખલાસ અને ભાઇચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..
જેમાં પરંપરાગત રીતે સંદલ શરીફ ની ઉજવણી કરવામાં આવી સલાતો સલામ ફાતેહા નિયાજ અને આ કોરોના કાળ થી લોકો ને રાહત થાય અને લોકો નું સ્વાસ્થ્ય સારું રહે હિન્દુસ્તાન માં અમન ઓ આમાન રહે હિન્દૂ મુસ્લિમ માં ભાઈચારો રહે તેવી દુઆઓ અમીન સાહબ ધ્વારા કરવામાં આવી હતી..
જેમાં
આણંદ પોલીસની ભૂમિકા પણ વખાણ લાયક રહી આવા ઉર્સ મેળા ના પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઉમરેઠ પીએસઆઇ તથા આણંદ પોલીસ સ્ટાફ સ્ટેન્ડબાય રહી તેમની ફરજ નિભાવી હતી..
અંતે દરગાહ ખાદીમ હાજી ઇરફાન ભાઇ નૌશાદ મીયા તરફ થી ઉમરેઠ નગરજનો નગરપાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ સભ્યો ઉમરેઠ પોલીસ સ્ટેશન પી એસ આઈ તથા
આણંદ જિલ્લા પોલીસ સ્ટાફ નો અને કમીટી ના લોકો અને મીડીયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો..
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ ગુજરાત..