Connect with us

Gujarat

વરિયાવી બજાર રિફાઈ સાહબની મોટી ગાદીમાં સંદલ વ ઉર્સ શરીફની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી..

Published

on

વિશ્વભરમાં રિફાઈ સાહેબ ની મોટી ગાદીથી પ્રખ્યાત સુરત,વરિયાવી ભાગોળ સ્થિત રિફાઈ સિલસિલા (સૂફી પંથ પરંપરા) ની ભારત તેમજ એશિયા ખંડ માં સર્વ પ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાંનકાહ, ખાંનકાહે કલાં ગૌસુર્રિફાઈમાં વાર્ષિક ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

જેમા રિફાઈ સિલસિલા ના હાઝિર સજ્જાદાહ નશીન સૈયદ અલાઉદ્દીન હસનઅલી શાહ રિફાઈ અને પ્રમુખ પીરઝાદા સૈયદ લતીફૂદ્દીન રિફાઈ સાહેબ ની સયુંકત યાદી માં જણાવીયા અનુસાર રિફાઈ સૂફી પંથ ના સ્થાપક ઉમ્મે ઉબૈદા, ઇરાક સ્થિત સૂફી સંત હઝરત સૈયદ અહમદ કબીર માશુકુલ્લાહ રિફાઈનો ૮૬૮ મોં વાર્ષિક સંદલ વ ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવવામાં આવશે. સાથેજ ભારત માં સર્વ પ્રથમ સુરતમાં રિફાઈ સિલસિલાની શરૂઆતનો ૮૪૬ મોં અને વરિયાવી બજારરિફાઈ સાહબની મોટી ગાદી માં આવેલ હઝરત સૈયદ અબ્દુર્રહીમ રિફાઈ ( પ્રથમ) નો ૭૯૬ મોં તેમજ હઝરત સૈયદ અહમદ હબીબ અબ્દુર્રહીમ રિફાઈ(દ્વિતીય) નો ૬૭૫ ઉર્સ શરીફ અને સજજાદાહનશીન હઝરત સૈયદ નજીબુદ્દીન અબ્દુર્રહીમ મેહબુબુલ્લાહ રિફાઈ (આશિકે | કાબા)નો ૩૪૬ વાર્ષિક ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી.

Advertisement

જેમાં તા.૧૯ નવેમ્બર ૨૦૨૪ મંગળવાર સાંજે પરચમ કુશાઈ, રાત્રે મિલાદ શરીફ, ખત્મે રિફાઈ અને મઝાર મુબારકની ખિદમત કરવામાં આવશે.તા. ૨૪ નવેમ્બર રવિવાર સવારે ૮ વાગેખાનકાહ શરીફથી ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ખાનકાહ શરીફ પર પરત ફર્યું. જુલૂસમાં દેશ-વિદેશમાંથી આવેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા.

ત્યારબાદ સાંજે અસરની નમાઝ પછી સંદલ શરીફ ચઢાવામાં આવ્યો અને સાંજે આમ નિયાઝ લંગરે એ રિફાઈ (ભંડારો) અને, રાત્રે ઈશાની નમાજ બાદ રાતીબે રિફાઈ નો જલાલી જલ્સો યોજાયો,

Advertisement

નસ-રિફાઈની ખાસ નિયાઝ અને.તા. ૨૫ નવેમ્બર સોમવાર રસ્તે કુલ શરીફ થી ઉર્સ પ્રંસગ થી પુર્ણાહુતી કરવામાં આવશે..

અંતે સુરત પોલીસ અને લાલગેટ પોલીસ સ્ટેશન ના પી.આઈ એન.એમ ચૌધરી સાહેબ, પી.એસ આઈ જી કે રાઠોડ એ.એ સૈયેદ, પી.એસ.આઈ એ.એસ અસારી સાહેબ તેમજ લાલ ગેટ પોલીસ સ્ટાફ એ સ્ટેનબાય રહી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી હતી, તે બદલ રિફાઈ ગ્રુપ મોટી ખાનકાહ સુરત તરફ થી પ્રશાસન નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!