Dahod

15 વર્ષથી અસ્થિર સંગીતાને સામાજિક કાર્યકર્તાએ કરાવી બેડીઓમાંથી મુક્ત

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

દાહોદ ના બાવકા ખાતે 15 વર્ષ થી માનસિક સંતુલન ગુમાવી બેઠેલી મહિલા ને છેલ્લા પાંચ વર્ષ થી સાંકળ વડે બાંધી રાખેલ હોવાની જાણ સામાજિક કાર્યકર ને થતા આજે બંધન માથી મુક્ત કરાવી
દાહોદ ના બાવકા ખાતે સંગીતાએ સાયન્સ ના અભ્યાસ બાદ નર્સિંગ નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો અને સરકારી નોકરી નો ઓર્ડર પણ મળી ગયો ત્યારબાદ યુવતી ફરજ ઉપર હાજર થાય તેના આગલા જ દિવસે માનસિક સ્થિતિ બગડી જતા નોકરી પર હાજર ન થઈ શકી અને પરિવારજનો એ સારવાર કરાવ્યા બાદ પણ સુધારો નહોતો આવ્યો થોડો થોડો સુધારો આવ્યા બાદ ફરીથી સંતુલન જતું રહેતું હતું અને આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા પાંચ વર્ષ થી યુવતી ની માતા પણ બીમારી ના કારણે પથારીવશ થઈ ગયા હતા અને યુવતી નું તોફાન વધતા પિતા ને એકલા હાથે પત્ની અને પુત્રી ની જાળવણી માથે આવી હતી પરંતુ બંને ને સાચવી શકવાનુ અશક્ય બનતા ઘર ની બાજુ માં જ એક ઝૂપડા મા યુવતી ને થાંભલા સાથે સાંકળ થી બાંધી દેવા મા આવી ત્યાં જ જમવાનું અને બધી ક્રિયા થતી હતી

Advertisement

ફોર્મ જમા કરાવવા જવાનું હતુ તેની આગલી સાંજે ખેતરેથી આવ્યા બાદ સંગીતાનું વર્તન બદલાઇ ગયુ હતું. તે ગાંડી થઇ ગઇ હતી. દવાખાને બતાવી, ભૂવા-બડવા પાસે લઇ જવાઇ. આ વર્ષો દરમિયાન તે બે વખત સાજી થઇ હતી. એક વખત ફેર પડતાં તે એક વર્ષ સાજી રહી હતી.

ત્યારે અમે તેના લગ્નનું પણ વિચાર્યુ હતુ પણ પાછી એવી જ થઇ ગઇ હતી. બીજી વખત તે ચાર મહિના સાજી રહી હતી. પાંચ વર્ષ પહેલાં તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. તે લોકોને પથ્થર મારતી હતી, કપડા કાઢીને ગામમાં નીકળી જતી હતી. લોકોના ઠપકા આવતા હતા.જેથી મેં તેને ઢાળિયામાં સાંકળ સાથે બાંધી દીધી હતી.

Advertisement

આવી નર્કાગાર પરિસ્થિતિ મા જીવતી મહિલા વિશે પાડોશીઓ એ દાહોદ ની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવા નું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયા નો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘર ની મુલાકાત લીધી હતી અને તેઓ આ યુવતીને નગ્ન અવસ્થામાં સકલ્સાથે બાંધેલી જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું અને તેઓએ તેના પિતા ભાવસિંહ ભાઈ સાથે વાત કરતા તેઓએ સંધ્યાબેન ને જણાવ્યું હતુ કે પત્ની બીમાર છે અને દીકરી આવી પરિસ્થિતિમાં છે જેથી સંધ્યાબેન એ તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમા લઇ જવા માટે સંમત કરી અરવલ્લી જિલ્લા મા બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ના સંચાલકો સાથે સંકલન કર્યું હતું અને આશ્રમ ની ટીમ સાથે મળી આજે યુવતી ને બંધન મુક્ત કરી આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે મહિલા ની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે.

Advertisement

Trending

Exit mobile version