Panchmahal
હાલોલમાં સન્મુખ એગ્રો કંપનીની કાળમુખી સંરક્ષણ દિવાલે ચાર બાળકોનો જીવ લીધો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાર શ્રમજીવી બાળકોના મોત નિપજ્યાં હતા તથા ચાર બાળકોની ઈર્જા પહોંચતા તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ બપોરના સમયે ચંદ્રપુરા સન્મુખ એગ્રો કંપનીની સરક્ષ્ણ દીવાલ જોડે ઝૂંપડા બનાવી રહેતા અને એલેમ્સ કંપનીમાં કામ કરતા કામદારોના ઝુપડા ઉપર દિવાલ પડતા ચાર બાળકોના મોત નિપજ્યાં હતા જેમાં અભિષેક ભૂરીયા, ગુનગુન ભુરીયા,મુસકાન ભૂરીયા તથા ચીરીરામ ડામોર ચારેય બાળકો બે થી પાંચ વર્ષના છે.
જ્યારે અન્ય ચાર પાર્વતીબેન ભુરીયા, આલિયા ડામોર, મીત ડામોર તથા હીરાભાઈ ડામોરને હાલોલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાર્વતીબેન ને ગંભીર ઈજા પહોંચતા તેમને વડોદરા SSGમાં રી રીફર કરવામાં આવ્યા હતા.આ બનાવની જાણ હાલોલ ટાઉન પોલીસ ને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઈટર સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી જે દિવાલના સહારે બાળકો શોરબકોર સાથે રમતા હતા તે જ કાળમુખી દિવાલ નીચે માસુમ બાળકોની કિલકારી શાંત થઈ જતા ચંદ્રપુરામાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.