Panchmahal
ગોધરા ખાતે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની “સાંસદ યોગ સ્પર્ધા”યોજાઈ

ચાર ઇવેન્ટમાં અલગ અલગ કેટેગરીમાં વિજેતા કુલ ૮ લોકોને મહાનુભાવોના હસ્તક પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરાયા
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી પંચમહાલ/મહીસાગરના સહયોગથી ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં “સાંસદ યોગ સ્પર્ધા” યોજાઈ હતી.
“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે”વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ”અને”હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે વિવિધ મહાનુભાવોની હાજરીમાં આ સ્પર્ધામાં અંદાજે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને યોગા કરવામાં આવ્યા હતા.આ સ્પર્ધાની ચાર ઇવેન્ટમાં અલગ અલગ કેટેગરીમાં વિજેતા કુલ આઠ લોકોને મહાનુભાવોના હસ્તક પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરાયા હતા.
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં લઈને આજરોજ યોજાયેલ સાંસદ યોગ સ્પર્ધામાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, યોગ કોચ અને ટ્રેનર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.