Chhota Udepur

સંસ્કૃતના શિક્ષક વયનિવૃત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખભે બેસાડી આખા ગામમાં ફુલેકુ ફેરવ્યુ

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદય ના માનવીને પણ એક વખત આંખો માંથી આસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષક ની વિદાય વસમી લાગે છે. શિક્ષક શાળા સાથે શિક્ષક મિત્રો સાથે બાળકો સાથે એટલી આત્મિયતા બંધાઈ જાય છેકે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે.

Advertisement

પાવીજેતપુર તાલુકાની ભીખાપુરાં હાઇસ્કુલમાં બાળકોના શિક્ષણ પાછળ બત્રીસ વર્ષ સુધી ખંતપૂર્વક મહેનત કરનાર શિક્ષક કરણસિંહ રાઠવા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતાં તેમનો સન્માન સહ વિદાય સમારંભ વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ નાં પ્રમુખ રણજીતસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને ભવ્યતાથી યોજવામાં આવ્યો હતો.

પાવીજેતપુર તાલુકાની પ્રથમ હરોળની આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ ભિખાપૂરાં ના આચાર્ય ચંપક રાઠવાના જણાવ્યા મુજબ સંસ્કૃત, સમાજ શાસ્ત્ર વિષયના શિક્ષક કરણસિંહ રાઠવા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ એવા રણજીતસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને ભવ્યતાથી સન્માન સહ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમયે શાળાના શિક્ષક માધુભાઈ રાઠવા દ્વારા કરણસિંહ રાઠવા જે કે. કે. રાઠવા નામથી ઓળખાતા હોય તેઓ સાથેના શાળાના સંસ્મરણો વાગોળીયા હતા.

Advertisement

કાર્યક્રમમાં અધ્યક્ષ એવા વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ નાં પ્રમુખ રણજીતસિંહ રાઠવાએ બોલતા જણાવ્યું હતું કે.કે.રાઠવા નિવૃત્ત થઈ કારકિર્દી પૂરી કરી છે. જ્યારે મારી કારકિર્દીની શરૂ થઈ છે. હું આશાવાદી હોઉં તેથી તમારે નિવૃત્તિ થવાનો નહીં પરંતુ પ્રવૃત્તિ કરવાનો સમય આવી ગયો છે. ઉપસ્થિત શિક્ષણ વિદોને જણાવ્યું હતું કે જિલ્લા માટે એક શિક્ષણનું હબ બનાવો અને ગરીબ આદિવાસી બાળકો વધુને વધુ આધુનિક શિક્ષણ મેળવી પ્રગતિ કરે તે માટેનું આયોજન કરવા આહવાન કર્યું હતું. શિક્ષણના ચાર પાયાના પિલર એવા સંસ્થા,શિક્ષક, વાલી અને બાળકો છે. સંસ્થા એ વડીલ છે કે શાળામાં શું જરૂર છે, સુવિધાઓની શું ઉણપ છે તે  ચેક કરે છે અને એ પૂરી પાડે છે. જ્યારે શિક્ષક શિક્ષણનું સિંચન કરે છે અને વાલી એ પણ સજાક થઈને બાળકો કેવું ભણે છે તેને દેખરેખ રાખવાની જરૂર છે. અને આ તમામ પ્રોસેસમાં સૌથી મહત્વના એવા બાળકો છે જો આ બાળકો જ નહીં હોય તો કોઈ જ નહીં હોય. જેથી આ બાળકોને વધુ ને વધુ શિક્ષણ લઈ આગળ ધપવા આહવાન કર્યું હતું. તેમજ નિવૃત્ત થતા શિક્ષક કરણસિંહ રાઠવાને શુભેચ્છા પાઠવી જરૂર જણાય ત્યારે શાળાને મદદરૂપ થવા માટે જણાવ્યું હતું.

ઘણુંબધું છે લખવા માટે આ જગ્યા ઓછી પડે એમ છે પણ અત્યારે અંતરની લાગણીઓને વાચા આપી શબ્દો માં કંડારી શકું એવો લેખક નથી. અને કરણસિંહ રાઠવાના વિશાળ વ્યક્તિત્વ વિશે કે એમની ઉપલબ્ધિઓ વિશે લખી જેટલુ લખીયે તેટલું ઓછુ પડે તેમ છે કરણસિંહનો ભવ્ય થી ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવેલ જેમા વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ રણજીતસિંહ રાઠવા, આચાર્ય ચંપક રાઠવા, જમીનના દાતા રણજીતસિંહ પરમાર, સરપંચો, આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભીખાપૂરાં હાઈ સ્કૂલમાં તેમણે બત્રીસ વર્ષ સુધી અનેક બાળકોને શિક્ષણ આપવાની સાથો સાથ સંસ્કારનું સિંચન પણ કર્યું હતું. તેમણે ક્યારેય છોકરાઓને ભણાવીને પગાર વસૂલ થયાનો સંતોષ માણ્યો ન હતો. ગામમાં મા-બાપ પોતાના બાળકોને આગળ ભણાવવાને બદલે ખેતી કરવા તરફ વાળતા હતા. શિક્ષક કરણસિંહ રાઠવા એ ગ્રામજનોની આ માનસિકતા બદલી હતી. જેનાથી અનેક બાળકો ઉચ્ચ શિક્ષણ લઈને સારી કારકિર્દી બનાવવામાં સફળ રહ્યા હતા.

શિક્ષક કરણસિંહ રાઠવા પાસે ભણેલા વિદ્યાર્થીઓએ તેઓને ખભે બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા. બત્રીસ વર્ષ દરમિયાન ગ્રામજનો સાથે બંધાયેલા લાગણીના સંબંધને કારણે વિદાય લઈ રહેલા કરણસિંહ રાઠવા ની આંખના ખૂણા ભીનાં થઈ ગયા હતા.

Advertisement

Trending

Exit mobile version