Gujarat
સંતરામપુર બેન્ક ઓફ બરોડાના ગ્રાહક સાથે અન્યાય થતા મેનેજરને લેખિત રજુઆત કરી

સંતરામપુર નગરમાં બેન્ક ઓફ બરોડા શાખા ના ગ્રાહક સાથે અન્યાય થતા બેન્કના મેનેજરને મોખિક ને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જેમાં બેન્કના અરજદાર ગ્રાહક 6 જાન્યુઆરી ના રોજ 11 કલાકે બેંકમાં પોતાના કામથી પોતાની બેંકની પાસબુક લઇ ફોટા પર સહી સિક્કા અર્થે ગયેલ હોય પરંતુ તે દરમિયાન બેન્ક મેનેજર ને આ બાબતે રજૂઆત કરતાં ફોટા ઉપર સહી અને ઇસ્ટેમ્પ કરવાનું જવાબદાર અધિકારી દ્વારા નાપાડતા .
ગ્રાહકે મૌખીક અને લેખીત રજુઆત કરી હતી જ્યારે આજ શહેર માં બીજી બેન્કો ની બ્રાન્ચમાં પાસબુક ઉપર સહી અને સિક્કા કરી આપે છે. જેથી આ બાબત ગ્રાહક ને અપમાન જનક લાગતા બેન્ક મેનેજર ને લેખીત રજૂઆત કરી હતી
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર