Gujarat
સંતરામપુર પોલીસે રીલાયન્સ પેટ્રોલપંપ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
પોલીસ અધિક્ષક આર.પી.બારોટ મહીસાગર લુણાવાડા નાઓએ પ્રોહિની હેરાફેરીની ગે.કા.પ્રવુતિવાળા ઈસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.વળવી લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓના માગૅદશન હેતળ સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.મછાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ.માલીવાડ નાઓને બાતમી મળી હતી કે સંતરામપુર બાયપાસ રોડ તરફથી એક મારૂતિ સુઝુકી sx4 VDI રજીસ્ટર નંબર GJ.27.C.4693 નંબર વાળી ગાડી ઇંગ્લિશ દારૂ ભરી નીકળનાર છે.
જે બાતમી આધારે રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ત્રણ રસ્તા પર પોલીસ સ્ટાફ માણસો સાથે નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમી વાળી મારૂતિ સુઝુકી SX4 VDI રજીસ્ટર નંબર GJ.27.C.4693 આવતા તેને ચેક કરતા વચ્ચેની શીટ ઉપર તથા શીટની નીચે ચોર ખાનુ બનાવી કાગળમાં વિતાનેલ છુટી તેમજ વિમલના થેલામા શીટ પર ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લિશ દારૂ તથા બિયર જેમાં કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર પતરાના ટીન નંગ -72 જેની કિંમત રૂપિયા 8640/- તથા કાઉન્ટી કલબ દિલક્ષ વિહસ્કી લખેલ કાચની બોટલ નંગ -7 જેની કિંમત રૂપિયા 2114/- તથા કાઉન્ટી ક્લબ દીલક્ષ વ્હિસ્કી લખેલ કવાટર નંગ -147 જેની કિંમત રૂપિયા 12495/- તથા વહાઈત લેસ વોડકા આરેંજ ફ્લેવર લખેલ કવાટર નંગ -130 જેની કિંમત રૂપિયા 11645/- મળી કુલ બોટલ નંગ -284 તથા બિયર નંગ -72 મળી કુલ નંગ -356 જેની કુલ કિંમત રૂપિયા -34894 તથા એન્ડ્રોઇડ મોબાઈલ નંગ -2 કિંમત રૂપિયા 5000/- તથા મારૂતિ સુઝુકી SX4 VDI ગાડી કિંમત રૂપિયા -150.000/- મળી કુલ રૂપિયા -189894/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (1) નરેન્દ્રભાઈ કેવજીભાઈ મીણા (2) દેવરાજભાઈ રાજેન્દ્રભાઈ મીણા રહે બંને. જશપુર તા. સાંબલા જી. ડુંગરપુર (રાજસ્થાન) એ રીતેના ઈસમો વિરૂદ્ધમાં સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ કલમ -65 (એ) (ઇ) 81,83,98 (2) ,116(બી) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.