Mahisagar

સંતરામપુર : પોલીસ પટેલો દ્વારા રુડીગત ગ્રામ સભાઓનુ આયોજન કરાયુ..

Published

on

મહિસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા મા આવેલ ગોધર પશ્ચિમ ગામે પોલીસ પટેલ છત્રાભાઈ સુરમાભાઈ ગોરી ના અધ્યક્ષ સ્થાને તેમજ ચુથાના મુવાડા ગામે પોલીસ પટેલ બારીયા સુરમાભાઈ ફતાભાઈ ના અધ્યક્ષ સ્થાને રુડીગત ગ્રામ સભાઓનુ આયોજન કરાયેલ. આ રુડીગત ગ્રામ સભાઓ મા મુખ્ય મહેમાન તરીકે સોમાભાઈ સળુભાઈ તાવીયાડ તેમજ રૂમાલભાઈ કાળુભાઈ બારીયા હાજર રહ્યા હતા

રુડીગત ગ્રામ સભાઓ મા આદિવાસી લોકોને પડતી તકલીફો , આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામા આવી હતી..
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)

Advertisement

Trending

Exit mobile version