Gujarat
સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા ડૉ. કુબેરભાઈ ડિંડોરનો સન્માન સમારોહ યોજાયો

સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, કડાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સંત તાલુકા ટીચર્સ કો. ઓ. સોસાયટી, સંતરામપુર તથા કડાણા તાલુકા સી.આર.સી. / બી.આર.સી. દ્વારા કેબિનેટ આદિજાતિ અને શિક્ષણ વિભાગના મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ, મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી મેડમ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી સહિત સમગ્ર ટીમ, બન્ને તાલુકાના શિક્ષક ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં પધાર્યા અને નોટબુક અને સાલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.