Gujarat
સંતરામપુર APMC દ્વારા મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના સત્કાર સમારંભ નુ આયોજન કરાયુ
ધી સંત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ સંતરામપુર દ્વારા મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરનો સત્કાર સમારંભ ટાઉનહોલ સંતરામપુર મુકામે યોજાયો હતો જેમાં સંતરામપુર અને કડાણા તાલુકાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંતરામપુર અને કડાણા તાલુકા ની સહકારી સંસ્થાઓ ના વિકાસ માટે તેમજ માર્કેટીંગ યાર્ડ સંતરામપુરના વિકાસ માટે આદિજાતિ વિભાગમાંથી સો ટકા ગ્રાન્ટ ફાળવી સહાય કરવામાં આવશે જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.
શૈક્ષણિક મંત્રી નાતે તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં એક સૈનિક શાળા શરૂ કરવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે જેનું નામ માનગઢ જેવા ઐતિહાસિક ધામ સાથે જોડવામાં આવશે આ વિસ્તારમાં સૈનિક શાળા શરૂ કરાશે જે રાજ્યમાં ત્રીજી સૈનિક શાળા બની રહેશે જેનો આદિવાસી વિસ્તારના બાળકોને સીધો લાભ મળશે, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમજ ઘટતા વર્ગો નું નવીનીકરણ પણ કરવામાં આવશે નવીન શૈક્ષણિક નીતિ નો અમલ કરી શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો ના સંકેત આપ્યા હતા.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.